ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી

Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661

નવરાત્રિ ના ઉપવાસ માં ફરાળી વાનગી ખાવા નુ મન થાય તો આ વાનગી જરૂર બનાવો અને "ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી " ખાવા ની મજા માણો.⚘

#ઇબુક
#Day2

ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી

નવરાત્રિ ના ઉપવાસ માં ફરાળી વાનગી ખાવા નુ મન થાય તો આ વાનગી જરૂર બનાવો અને "ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી " ખાવા ની મજા માણો.⚘

#ઇબુક
#Day2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨  જણા માટે
  1. ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી બનાવવાની સામગ્રી ⚘
  2. ૨ નંગ બાફેલા બટાકા
  3. ૪ ચમચી પલાડેલા સાબૂદાણા
  4. ૬ ચમચી સીંગ દાણા નો ભૂકો
  5. ૩ ચમચી લીલી ચટણી
  6. ૧ નંગ લીલું મરચું
  7. કોથમીર જરૂર પ્રમાણે
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ૧ ચમચી મરી પાવડર
  10. ૨ ચમચી દાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી બનાવવા માટે પહેલા બાફેલા બટાકા નો માવો લઈ તેમાં ચાર ચમચી સાબૂદાણા મીઠું સ્વાદ પ્રમાણે સીંગ નો ભૂકો અને ધાણા જીરું પાવડર, એક લીલું મરચું નાખી બધું મિક્સ કરી માવો તૈયાર કરો ને પછી સીંગ દાણા ભૂકા માં નાખી ટીક્કી બનાવો...

  2. 2

    હવે ગેસ પર નોનસ્ટીક તવી પર તેલ લગાવી ટીક્કી મૂકી બંને બાજુ સાત મિનિટ સુધી શેકી લો.ને ગેસ બંધ કરી દો. હવે ટીક્કી ને ડીશ માં કાઢી લો. પછી દાડમ,કોથમીર, લીલી ચટણી તૈયાર રાખો.

  3. 3

    હવે બાઉલ માં ટીક્કી મૂકી તેમાં એક નાની વાટકી દહીં દાડમ,લીલી ચટણી, કોથમીર નાખી મરી પાવડર નાંખો. હવે તૈયાર છે "ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી" નવરાત્રિ ના ઉપવાસ માં આવી ફરાળી વાનગી બનાવી ખાવા નો આનંદ લો. ⚘

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661
પર

ટિપ્પણીઓ

Similar Recipes