શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામમેંદો
  2. 100 ગ્રામઘી
  3. 1 ચમચીજીરું
  4. 1 ચમચીકાળા મરીનો ભુકકો
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદા ના લોટ માં ઘીનું મોણ નાખી ને મીઠું અને મરી પાવડર અને જીરું ને નાખી ને બરાબર મિક્ષ કરી લો.. હવે પાણી ઉમેરીને પુરી નો લોટ બાંધી લો.. એક કલાક સુધી ઢાંકીને રહેવા દો..

  2. 2

    હવે એક વાટકી માં મેંદો અને ઘી નાખીને સ્લરી તૈયાર કરો... હવે બાંધેલા લોટને મસળો અને લુઆ બનાવી.એક પુરી વણીને તેના ઉપર સ્લરી લગાડી ને બીજી પુરી મુકી સ્લરી લગાડી ત્રીજી પુરી મુકી ને સ્લરી લગાડી ચોથી પુરી મુકી ને સ્લરી લગાડી ને પાંચમી પુરી મુકી ને હવે એક મોટી રોટલી વણો તેના ઉપર સ્લરી લગાડી ને ગોળ વાળીને છરી થી કાપા પાડી ને લુઆ બનાવી લો.

  3. 3

    હવે એક લુઆ ને ઉભું રાખો અને ધીરે થી વેલણથી પુરી વણી લો..

  4. 4

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં પુરી નાખીને ધીરે તાપે તળી લો.. તૈયાર છે એકદમ સોફ્ટ ફરસી પુરી.઼તેલ માં તળતી વખતે સાચવી ને તળવી.. નહીંતર ભુક્કો થઈ જાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes