રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ ને મીઠું નાખી બાંધી લેવો આશરે 1.5કપ પાણી નાખી ને.અને બરાબર મસળી ને લોટ બાંધી તેલ લગાડી ભીનુ કપડું ઢાંકી રાખવો. બટેકા મીઠું નાખી બાફી છોલી ને ફ્રીઝ મા 2-3કલાક રાખી ઠંડા કરવા.
- 2
હવે બટેકા ને એક પરાત મા લઈ હાથે થી ભાંગી લેવા. જીણો સમારેલો કાંદો કોથમીર લીલા મરચાં ની ટૂકડી આમચૂર પાવડર ગરમમસાલો મીઠું ચાટ મસાલો લાલ મરચું પાવડર હળદર હિંગ નાખી પૂરણ તૈય્યાર કરવું.
- 3
હવે કણક માથી મોટો લુઓ લઇ અટામણ મા રગદોળી વણી ને પૂરણ નો ગોળો કરી મૂકવો ઉપર તલ ભભરાવી કચોરી ની જેમ બંધ કરી અટામણ મા થેપી લેવુ. કિનારી થી આંગળી વડે થેપવું. પછી પાટલી પર લઇ હળવે હાથે વેલણ થી વણી લેવું.
- 4
હવે તવી ને તેલ લગાડી લૂછી પરોથો મૂકવો. ધીમે મધ્યમ તાપ કરી બંન્ને બાજુ શેકી લેવો. આખો ફૂલે ત્યાં સુધી જરૂર લાગે તો તવેથા થી દબાવતા જવું. 1ચમચી ઘી નાખી શેકવો.
- 5
તૈય્યાર છે સ્વાદિષ્ટ ફુલ્કા આલુ પરાઠા.મસાલા દહીં સાથે ખાવા માટે. ગમે ત્યારે ખાવા ગમે 😍
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ