રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 થી 3 વ્યક્તિ
  1. 1 કપપાલક
  2. 3 ગ્લાસપાણી(પાલક ને બાફવા માટે)
  3. 3-4 કળીલસણ
  4. 1 ઇંચઆદુ નો ટુકડો
  5. 2 લીલા મરચા
  6. 1/2 ચમચીલાલ મરચું
  7. 1/4 ચમચીહળદર
  8. 1 ચમચીઅજમો
  9. સ્વાદ અનુસાર મીઠું
  10. 2 ચમચાતેલ(મોયણ)
  11. 1-2 ચમચીતેલ અથવા ધી(સેકવા માટે)
  12. સર્વ કરવા.
  13. ચા
  14. અથાણું.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલક ને બરાબર સાફ કરી 3 ગ્લાસ ગરમ પાણી માં ઉમેરી 3 થી 4 મિનિટ સુધી ઉકાળી લો.

  2. 2

    હવે આ બાફેલા પાલક ને મિક્સર માં કાડી લાઇ તેમાં લસણ,લીલા મરચા,આદુ ઉમેરી બધું સાથે પીસી લો.

  3. 3

    હવે એક બાઉલ માં ઘઉં નો લોટ લઇ તેમાં સ્વાદ અનુસાર મીઠું,લાલ મરચું,હળદર,અજમો,પાલક ની પેસ્ટ અને 2 ચમચી તેલ ઉમેરી મિક્સ કરી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધી લો.

  4. 4

    હવે લોટ બંધાઈ જાય પછી 1 ચમચી તેલ લઇ લોટ ને 2 મિનિટ સુધી મસળી લો.અને 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દો.

  5. 5

    હબે 10 મિનિટ પછી તેમાંથી પરોઠું વણી લો. તમે ગોળ,ત્રિકોણ કે પાછો ચોરસ માં પણ પરાઠા બનાવી શકો.આપણે ત્રિકોણ બનાવીસુ.તેની માટે પેહલા નીચે ફોટો માં બતાવેલ પ્રમાણે વણી લો.

  6. 6

    હવે તેની પર 1/2 ચમચી જેટલું તેલ લગાવો અને સહેજ ઘઉંનો લોટ છાંટી તેને વાળી લો.

  7. 7

    પછી ફરીથી એજ પ્રક્રિયા કરો.. અને ત્રિકોણ માં વણી લો.

  8. 8

    પરોઠા વણાઈ જય પછી ઘી અથવા તેલ થી બન્ને બાજુ થી તેને શેકી લો.

  9. 9

    તો તૈયાર છે ખૂબ જ હેલ્થી પાલક પરાઠા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356
પર

ટિપ્પણીઓ

Similar Recipes