લીલી તુવેર ના ટોઠા

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

#શિયાળા

ઉત્તર ગુજરાતમાં લીલી તુવેરના ટોઠા ખૂબ જ પ્રખ્યાત છે..

લીલી તુવેર ના ટોઠા

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#શિયાળા

ઉત્તર ગુજરાતમાં લીલી તુવેરના ટોઠા ખૂબ જ પ્રખ્યાત છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. 250ગ્રામ-લીલી તુવેર
  2. 1કપ-સમારેલ લીલું લસણ
  3. 1કપ-સમારેલ લીલી ડુંગળી
  4. 1/2કપ-regular ડુંગળી(ઝીણી સમારેલ)(Optional)
  5. સ્વાદ અનુસાર મીઠું
  6. 1કપ-સમારેલ ટામેટા
  7. 1ચમચી-લાલ મરચુ
  8. 1/2ચમચી-હળદર
  9. 1નાની ચમચી-ગરમ મસાલો
  10. કોથમીર(ગાર્નિશ માટે)
  11. 1ગ્લાસ પાણી(તુવેર ને બાફવા)
  12. 1/2ગ્લાસ-પાણી
  13. લસણ -આદુ - લીલા મરચા ની પેસ્ટ-1 પેસ્ટ
  14. 6 ચમચીતેલ-5
  15. જીણી સેવ-ગાર્નિશ કરવા.
  16. બ્રેડ સેકવા માટે -બટર,તેલ અથવા ઘી
  17. સર્વ કરવા..
  18. બ્રેડ.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લીલી તુવેર ને 1 ગ્લાસ પાણી અને સહેજ મીઠું ઉમેરી કુકર માં 2 સીટી વગાડી ને બાફી લો.

  2. 2

    હવે ઉપર જણાવેલ મુજબ તમામ સામગ્રી તૈયાર કરી લો.

  3. 3

    શાક બનાવવા માટે એક કડાઈ માં તેલ લો.(તેલ વધારે જ લેવું) તેલ ગરમ થાય પછી તેમાં લીલું લસણ સાંતળી લો.

  4. 4

    ત્યારબાદ તેમાં લિલી ડુંગળી,અને રેગ્યુલર ડુંગળી,અને આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી 3 થી 4 મિનિટ સાંતળી લો.

  5. 5

    હવે તેમાં હળદર,લાલ મરચું,મીઠું અને ટામેટા અને બાફેલી તુવેર ઉમેરી મિક્સ કરી 4 થી 5 મિનિટ સાંતળી લો.

  6. 6

    હવે તેમાં 1/2 ગ્લાસ પાણી ઉમેરી ઢાંકીને 2 થી 3 મિનિટ ચડવા દો..(જો તમને વધારે રસાવાળા ગમે તો પાણી વધારે પણ ઉમેરી શકો)

  7. 7

    હવે 3 મિનિટ પછી છેલ્લે ગરમ મસાલો અને કોથમીર ઉમેરી મિક્સ કરો..

  8. 8

    આ તુવેર ટોઠા ને બ્રેડ સાથે સર્વ કરવામાં આવે છે એટલે બ્રેડ ને સેકી લો..(તમે તેલ,ધી અથવા બટર માં સેકી શકો.)

  9. 9

    તો તૈયાર છે તુવેર ટોઠા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356
પર

ટિપ્પણીઓ

Similar Recipes