સ્ટ્રોબેરી સ્પ્લેશ

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

સ્ટ્રોબેરી સ્પ્લેશ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 minutes
2 person
  1. 1 1/2 કપમેંદો
  2. 1 ટીસ્પૂનબેકિંગ પાવડર
  3. 1/2 ટીસ્પૂનબેકિંગ સોડા
  4. 3/4 કપદળેલી સાકર
  5. 1/2 કપસ્ટ્રોબેરી પલ્પ
  6. 1/2 કપદૂધ
  7. 1/3 કપતેલ
  8. 2-4ટીપાં સ્ટ્રોબેરી એસેન્સ
  9. 3-4 ચમચીઘી
  10. ઠંડુ પાણી
  11. વ્હિપ ક્રીમ
  12. સ્ટ્રોબેરી
  13. ફુદીના પાન ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

50 minutes
  1. 1

    એક બાઉલ મા મેંદો લઈ તેમાં ઘી નાખી મોણ આપો.મુઠ્ઠી પડતું મોણ નાખી ઠંડા પાણીથી લોટ બાંધી લો.

  2. 2

    હવે લોટની લાંબી રોટલી વણી તેમાંથી પટીઓ કાપી લો.હવે પટ્ટી ને ગોળ કૂકી કટર કે બીજા કોઈ મોલ્ડની ફરતે લગાવી ઓવન માં બેક કરો. ઓવન નાં હોય તો એને ડીપ ફ્રાય કરો.ટેસ્ટ માં બન્ને બેસ્ટ ઓપ્શન છે.

  3. 3

    બીજા બાઉલ મા મેંદો,બેકિંગ પઉડર,બેકિંગ સોડા લઈ મિક્સ કરી 3-4 વાર ચાળી લો.હવે તેમાં સ્ટ્રોબેરી પલ્પ,દળેલી સાકર,તેલ અને દૂધ નાખી મિક્સ કરો.હવે અસેન્સ નાખી મિક્સ કરી લો અને કેક મોલ્ડ ગ્રીસ કરી તેમાં બેટર રેડી 25-30 મિનિટ માટે બેક કરો.

  4. 4

    હવે બેક થાય પચી કેક ઠંડી કરી તેમાંથી કટર ની મદદ થી ગોળ કાપી લો.

  5. 5

    હવે ગોળ ને અડધું કાપી મેંદા ની ગોળ પાઈમાં ફિક્સ કરો.

  6. 6

    હવે એક ટ્રે માં સ્ટ્રોબેરી પલ્પ અને મિક્સ ફ્રૂટ જામ સ્પ્રેડ કરી તેના પર ગોળ પાઈ ગોઠવો અને વ્હીપ્ ક્રીમ,સ્ટ્રોબેરી, ચોકોલેટ અને ફુદીના નાં પાન થી ગાર્નિશ કરો.

  7. 7

    સ્ટ્રોબેરી સ્પ્લેશ રેડી છે સર્વ કરવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes