ગુલકંદ મફીન્સ (Gulkand muffins recipe in gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 1 કપદળેલી ખાંડ
  3. 3/4 કપપાણી
  4. 2 ટેબલ સ્પૂનમલાઈ
  5. 1/4 ટીસ્પૂનબેકિંગ સોડા
  6. 1 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  7. 3-4ટીપાં રોઝ એસેન્સ
  8. સ્ટફિંગ માટે :-
  9. 1 ટેબલ સ્પૂનગુલકંદ
  10. 1 ટેબલ સ્પૂનમિલ્ક પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં મેંદો, બેંકીંગ પાવડર, બેંકીંગ સોડા અને ખાંડ લઈ બરાબર મિક્સ કરી લો.

  2. 2

    પછી તેમાં મલાઈ, પાણી અને રોઝ એસેન્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    સ્ટફિંગ માટે :- એક બાઉલમાં ગુલકંદ અને મિલ્ક પાવડર લઈ બરાબર મિક્સ કરી તેમાંથી લખોટી જેવડા ગોળા બનાવી લો.

  4. 4

    હવે મફીન મોલ્ડ લઈ તેમાં 2 ટેબલ સ્પૂન બેટર ભરી તેમાં બનાવેલી ગુલકંદ ની ગોળી મૂકી ઉપર થી 2 ટેબલ સ્પૂન બેટર ઉમેરી મફીન મોલ્ડ તૈયાર કરી લો.

  5. 5

    આ રીતે તૈયાર કરેલા મોલ્ડ ને 2 મિનિટ માટે માઈક્રો કરી લો.રુમ ટેમ્પ્રેચર પર આવે પછી સર્વ કરો.

  6. 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes