મેંગો સાગો પુડીંગ

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry

#ફ્રૂટ
ફરાળ માં ખાઈ શકાય એવું એક પુડીંગ.. પાકી કેરી અને સાબુદાણા ની ખીર ને એક ઈનોવેટીવ વાનગી નું રૂપ આપી ખૂબ જ સહેલાઇથી બની જાય એવું સ્વાદિષ્ટ ડેઝર્ટ બનાવ્યું છે..

મેંગો સાગો પુડીંગ

#ફ્રૂટ
ફરાળ માં ખાઈ શકાય એવું એક પુડીંગ.. પાકી કેરી અને સાબુદાણા ની ખીર ને એક ઈનોવેટીવ વાનગી નું રૂપ આપી ખૂબ જ સહેલાઇથી બની જાય એવું સ્વાદિષ્ટ ડેઝર્ટ બનાવ્યું છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપસાબુદાણા
  2. 1ટે.સ્પૂન ઘી
  3. 750મી.લી દૂધ
  4. 4ટે.સ્પૂન સાકર
  5. 1 કપકેસર/હાફૂસ કેરી નો રસ
  6. 1કેસર/હાફૂસ કેરી ની કટકી
  7. પિસ્તા ની કતરણ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાબુદાણા ને ધોઈને ડૂબે એટલા પાણીમાં 3-4 કલાક પલાળી રાખવા

  2. 2

    કડાઈ માં ઘી ગરમ કરી સાબુદાણા નાખવા. ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી હલાવતાં રહેવું.

  3. 3

    દૂધ ઉમેરી સાબુદાણા નરમ થઈ ફૂલી જાય એટલે સાકર નાખી દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતાં રહેવું.

  4. 4

    ગેસ બંધ કરી થોડું ઠંડું થાય એટલે હેન્ડ મિકસી થી થોડું બ્લેન્ડ કરવું.
    વધારે બ્લેન્ડ ના કરવું.

  5. 5

    1 કલાક ફ્રીઝ માં ઠંડું કરવા મૂકવું.
    ઠંડુ થયા પછી કેરીનો રસ અને થોડી કેરી ની કટકી નાખી મિક્સ કરવું.
    પુડીંગ ને સર્વિગ કપ અથવા બાઉલ માં કાઢી કેરીની કટકી અને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી ફ્રીઝ માં 2-3 કલાક ચિલ્ડ કરી સર્વ કરવું.

  6. 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pragna Mistry
Pragna Mistry @PragnaMistry
પર

ટિપ્પણીઓ

Similar Recipes