કાચા કેળા ના સ્ટફ પરોઠા

Neha Vasani
Neha Vasani @cook_19870061

#સ્ટફ્ડ

કાચા કેળા ના સ્ટફ પરોઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સ્ટફ્ડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ થી ૪ નંગ કાચા કેળા
  2. મીઠુ સ્વાદ મુજબ
  3. ૧ ચમચી લાલ મરચું
  4. 1 ચમચીગરમ મસાલો
  5. ચપટીમરી પાઉડર
  6. ૧ ચમચી ખાંડ
  7. ૧ લીંબુ નો રસ
  8. કોથમીર મરચા ૨ નંગ
  9. પરોઠા માટે ઘઉંનો લોટ બે વાટકા
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 2ચમચા તેલ
  12. 1વાટકી દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાચા કેળા ૩ થી ૪ નંગ લઈ એના બે પીસ કરી કૂકરમાં બાફી લેવા.

  2. 2

    કાચા કેળા બફાય ત્યાં સુધીમાં પરોઠાનો લોટ બાંધી લેવો. પરોઠા ના લોટમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચા તેલ નાખી રોટલી કરતા કઠણ લોટ બાંધી લેવો.

  3. 3

    હવે કાચા કેળા બફાઈ જાય પછી તેનો છૂંદો કરી તેની અંદર સ્વાદ મુજબ મીઠું,લાલ મરચું,ગરમ મસાલો, મરી પાવડર તેમજ ખાંડ એડ કરી દેવી.

  4. 4

    હવે તેમાં બે ચમચી ખાંડ અને વધારે જોતી હોય તો સ્વાદ મુજબ એડ કરવું. ત્યારબાદ એક લીંબુનો રસ નાખવો.

  5. 5

    બધુ સરખું મિક્ષ કરવું એટલે આપણો માવો તૈયાર. થઈ જાય પછી તેના નાના ગોળા વાળી લેવા.

  6. 6

    હવે તેને પરોઠા વણીને તેની અંદર આ ગોળો મુકવો. તેને પાછું ફરી વખત ભેગુ કરી અને વણી લેવો.

  7. 7

    હવે તેને લોઢીમાં સહેજ તેલ મૂકી ને શેકવું.

  8. 8

    ખટમીઠું ટેસ્ટી સ્ટફ્ડ પરોઠા તૈયાર.તેને દહીં સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Vasani
Neha Vasani @cook_19870061
પર

ટિપ્પણીઓ

Similar Recipes