રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ ની દાળ અને ચોખા લઇ અલગ અલગ ધોઇ પલાળવા. આખી રાત પલાળવા દેવુ. સવારે બંન્ને ને અલગ અલગ મિક્સર મા સહેજ કરકરા ક્રશ કરી ખાટી છાસ મા મિક્સ કરવુ. આખો દિવસ આથો લાવવા ઢાકી ને રાખવુ.
- 2
ડુગળી, ટમેટા, મરચા, વટાણા ને ક્રશ કરવા. આથો આવેલા ખીરા મા બધુ મિક્સ કરવુ. તેમા સ્વાદ મુજબ મીઠુ ઉમેરવુ. એક ચમચા મા ૧/૨ પાવળુ તેલ, ૨ચમચી પાણી, સાજી ના ફૂલ મિક્સ કરી ખીરા મા નાખી ખુબ હલાવવુ.
- 3
દહી મા વાટેલા આદુ મરચા, નાળિયેર ખમણ, સ્વાદ મુજબ મીઠુ, કોથમીર મિક્સ કરી ચટણી તૈયાર કરવી. નોન સ્ટીક તવી મી થોડુ તેલ લગાડી ગેસ ઉપર ગરમ કરવા મુકવી. ૧ ચમચો ખીરુ પાથરી ઉપર લાલ મરચા ની ભુકકી છાટવી.
- 4
થોડી વાર પછી ઉલટાવી લેવુ. ગેસ ઉપર થી ઉતારી કોથમીર છાટવી. તૈયાર છે ઓનિયન-ટમેટા ઉત્તપમ. ચટણી સાથે સવૅ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોખા ના લોટ ના મૂઠિયાં(chokha lot na muthiya recipe in Gujarati)
#goldenapron3#week 10#rice Shah Prity Shah Prity -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11861129
ટિપ્પણીઓ