ગટા નું શાક

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#લોકડાઉન

મિત્રો કાલે સવારે લોકડાઉન ને લીધે લીલા શાકભાજી મળી ના શક્યા....એટલે રાજસ્થાની વાનગી ગટા નું શાક બનાવી નાખ્યું...આ શાક ખૂબ જ મસાલેદાર હોય છે અને ઘરમાં સૌ હોંશે થી પસંદ કરતાં હોય છે... આગલા દિવસના 250 ગ્રામ જેવા પરવળ પડ્યા હતા તે પણ બનાવીને પીરસી દીધા ....ચાલો બનાવીએ....👍🙂

ગટા નું શાક

#લોકડાઉન

મિત્રો કાલે સવારે લોકડાઉન ને લીધે લીલા શાકભાજી મળી ના શક્યા....એટલે રાજસ્થાની વાનગી ગટા નું શાક બનાવી નાખ્યું...આ શાક ખૂબ જ મસાલેદાર હોય છે અને ઘરમાં સૌ હોંશે થી પસંદ કરતાં હોય છે... આગલા દિવસના 250 ગ્રામ જેવા પરવળ પડ્યા હતા તે પણ બનાવીને પીરસી દીધા ....ચાલો બનાવીએ....👍🙂

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
  1. ગટા માટે:-
  2. 1બાઉલ ચણાનો લોટ
  3. 1/2બાઉલ ઘઉં નો કકરો લોટ
  4. 1 ચમચીલાલમરચુ પાવડર
  5. 2 ચમચીધાણાજીરું પાવડર
  6. 1 ચમચીહળદર
  7. ચપટીકુકિંગ સોડા
  8. મીઠું જરૂર મુજબ
  9. 3 ચમચીતેલ મ્હોણ માટે
  10. ગ્રેવી માટે:-
  11. 2નંગ ડુંગળી ક્રશ કરેલી
  12. 2નંગ ટામેટા ક્રશ કરેલા
  13. 5કળી લસણ પીસેલું
  14. 3 ચમચીલાલમરચું પાવડર
  15. 2 ચમચીધાણાજીરું પાવડર
  16. 1 ચમચીગરમ મસાલો
  17. 1 ચમચીરાઈ
  18. 1 ચમચીજીરું
  19. 5 ચમચીતેલ વઘાર માટે
  20. ચપટીહિંગ
  21. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌથી પહેલા બન્ને લોટ એક બાઉલમાં લઈને મસાલા કરો....

  2. 2

    ત્યાર પછી એકદમ થોડું પાણી ઉમેરી ગટાનો લોટ બાંધો..આડની પર મૂકી હાથેથી ગાંઠિયા ની માફક વણીને રોલ બનાવો....

  3. 3

    ઉકળતા પાણીમાં જરૂર મુજબ મીઠું ને 1 ચમચી તેલ ઉમેરી ગટા ના રોલ બાફવા મુકો....20 મિનિટ જેટલા સમય માં બફાઈને તૈયાર થઈ જાશે...

  4. 4

    ગટા ઠંડા થાય ત્યાં સુધી ગ્રેવીની તૈયારી કરો....એક કડાઈમાં વઘારનું તેલ મૂકી રાઈ, જીરું,હિંગ ઉમેરી ને વઘાર ફૂટે એટલે ક્રશ કરેલી ડુંગળી ઉમેરી ને સાંતળો....

  5. 5

    ડુંગળી સાંતળી ને પછી ક્રશ કરેલા ટામેટા અને મસાલા ઉમેરીને સાંતળો....હવે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે.....

  6. 6

    ગ્રેવી માં ગટા ના પીસ કરીને ઉમેરીને 5 મિનિટ પકાવો.....હવે આપણું મસાલેદાર ગટા નું શાક તૈયાર છે....મેં તેને રોટલી....લાલ લસણ ની ચટણી...ડુંગળીનો સલાડ...લીલી ચટણી....પરવળ ના શાક..પાપડ...અને છાશ સાથે પીરસ્યું છે.....થાળી તૈયાર છે....હવે શેની રાહ છે.....? 🙂👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jyoti Adwani
Jyoti Adwani @cook_11968800
વાહ ખૂબ જ સરસ.....👏👏👏

Similar Recipes