રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧/૨ કપ તુવેર ની દાળ
  2. ૧ ૧/૨ કપ મેથી ની ભાજી ઝીણી સમારેલ
  3. ૧ ચમચી મીઠું
  4. ૧/૨ ચમચી હળદર
  5. ૧ ચમચી ધાણાજીરું
  6. ૩ લીલા મરચાં
  7. ટામેટું
  8. ૧/૨ ટુકડો આદું
  9. ૨ સૂકા લાલ મરચાં
  10. ૧/૨ ચમચી રાઈ
  11. ૧/૨ ચમચી જીરું
  12. ૧/૪ ચમચી મેથી દાણા
  13. ૧/૪ ચમચી હિંગ
  14. ૧/૨ ચમચી લાલ મરચું
  15. ૨ ચમચા ઘી
  16. ૧ ચમચો તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેર ની દાળ માં મીઠું, હળદર અને ૧/૨ ચમચી ઘી ઉમેરી કુકર માં ૩ સીટી વગાડી બાફી લેવી. હવે કડાઈ માં તેલ, ઘી, રાઇ, જીરું, મેથી, લાલ સૂકું મરચું, આદું, લીલા મરચાં અને હિંગ થી વઘાર કરવો.

  2. 2

    વઘાર થઈ જાય એટલે તેમાં ઝીણું સમારેલ ટામેટું, મીઠું, હળદર ઉમેરી સાંતળવું. હવે તેમાં ઝીણી સમારેલ મેથી ની ભાજી ઉમેરી ૫ મિનિટ સાંતળી લેવું.

  3. 3

    ૫ મિનિટ સાંતળી લેવું. હવે તેમાં બાફી ને રાખેલ તુવેર ની દાળ ઉમેરી જરૂર પડે તો પાણી ઉમેરવું. હવે બરાબર મિક્સ કરી ૫ મિનિટ ચડવા દેવી.

  4. 4

    હવે ઉપર થી વઘાર કરી સર્વ કરવું.(કડાઈ માં ઘી, રાઇ, જીરું, હિંગ અને લાલ સૂકું મરચું થી વઘાર રેડવો.) આ મેથી દાળ ને રોટલી,પરાઠા, કે રાઈસ સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhuvansundari radhadevidasi
પર

Similar Recipes