ચના દાલ તડકા

આપણા ગુજરાતી ઘરોમાં રોજની રસોઈમાં તુવેરની દાળનો ઉપયોગ વધારે થાય છે. પરંતુ જ્યારે પરોઠા, પંજાબી સબ્જી અને જીરા રાઈસ બનાવીએ ત્યારે સાથે દાલ ફ્રાય કે દાલ તડકા બનાવીને ખાવાની મજા આવે છે. દાલ તડકા અલગ-અલગ દાળ મિક્સ કરીને બનાવી શકાય છે. ઘણા લોકો તુવેર,મગ અને ચણાની મિક્સ દાળમાંથી બનાવે છે તો પંજાબમાં અડદ અને મગની દાળ મિક્સ કરીને બનાવે છે. તો આજે આપણે ચણાની દાળમાં ડબલ તડકા લગાવી દાલ તડકા બનાવીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
ચના દાલ તડકા
આપણા ગુજરાતી ઘરોમાં રોજની રસોઈમાં તુવેરની દાળનો ઉપયોગ વધારે થાય છે. પરંતુ જ્યારે પરોઠા, પંજાબી સબ્જી અને જીરા રાઈસ બનાવીએ ત્યારે સાથે દાલ ફ્રાય કે દાલ તડકા બનાવીને ખાવાની મજા આવે છે. દાલ તડકા અલગ-અલગ દાળ મિક્સ કરીને બનાવી શકાય છે. ઘણા લોકો તુવેર,મગ અને ચણાની મિક્સ દાળમાંથી બનાવે છે તો પંજાબમાં અડદ અને મગની દાળ મિક્સ કરીને બનાવે છે. તો આજે આપણે ચણાની દાળમાં ડબલ તડકા લગાવી દાલ તડકા બનાવીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાની દાળને ૩ કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેને ધોઈને કૂકરમાં લઈ તેમાં જરૂર મુજબ પાણી, ચપટી હળદર અને ચપટી મીઠું ઉમેરી એક વિસલ થાય ત્યાં સુધી બાફો.
- 2
કૂકર ઠરે ત્યાં સુધી એક કઢાઈમાં દોઢ ચમચો ઘી લઈ ગરમ કરવા મૂકો તેમાં જીરું, હીંગ, એક સૂકું લાલ મરચું, આદુ-મરચાંની પેસ્ટ, ચપટી હળદર, ચપટી લાલ મરચું ઉમેરી સાંતળી લો.
- 3
ત્યારબાદ તેમાં સમારેલા લીલા મરચાં અને ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી મિક્સ કરો. ટામેટાંનાં ભાગનું મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ માટે પકાવો.
- 4
ઢાંકણ ખોલી ટામેટાં ચડી જાય અને ઘી છૂટે પછી તેમાં બાફેલી ચણા દાળ અને બાફતી વખતે વધેલુ પાણી બધુ ઉમેરીને મિક્સ કરો. તેમાં લાલ મરચું, હળદર, મીઠું, ધાણાજીરૂં, ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકીને ૫-૭ મિનિટ માટે પકાવો. દાળ ઉકળે પછી ગેસ બંધ કરી તેમાં સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરો.
- 5
એક વઘારીયામાં અડધો ચમચો ઘી લઈ ગરમ કરી તેમાં સૂકું લાલ મરચું, જીરૂં, હીંગ, મીઠા લીમડાનાં પાન ઉમેરી વઘાર તતડે પછી તેને તૈયાર દાળમાં રેડી મિક્સ કરો. તો તૈયાર છે સ્વાદિષ્ટ ચના દાલ તડકા.
- 6
જો ડુંગળી-લસણવાળી દાલ તડકા બનાવવી હોય તો જ્યારે ઘી કે તેલ મૂકીને કઢાઈમાં મરચાં-ટામેટાં કૂક કરો એ પહેલાં ઝીણી સમારેલી ડુંગળી અને લસણની પેસ્ટ આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળવી પછી આગળની પ્રોસેસ કરવી અને છેલ્લે ડબલ તડકા કરવા હોય તો બીજી વખત વઘાર કરો ત્યારે તેમાં સમારેલું લસણ ઉમેરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી દાળ
#દાળકઢીદાળ એ ગુજરાતી ખોરાકનો અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, શાક, દાળ, ભાત હોય છે. દાળ વિવિધ પ્રકારનાં કઠોળમાંથી બનતી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે ગુજરાતીનાં ઘરમાં વધારે તુવેરની દાળ ખવાય છે તો આજે હું મારા ઘરમાં બનતી રીત મુજબ તુવેરની ગુજરાતી દાળ બનાવવાની રેસીપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
દાલ તડકા
દાલ ફ્રાય કરતા થોડી તીખી દાળ ખાવી હોય તો દાળ તડકા બેસ્ટ ઓપ્શન છે.#goldenapron3Week 21#Spicy Shreya Desai -
લસુની દાલ તડકા
#દાળકઢીમિક્સ દાળ માંથી બનાવેલ અને લસણ નો વઘાર કરીને ખુબજ સરસ લાગે છે અને આ દાળ થોડી ઘાટ્ટી રાખવી ... Kalpana Parmar -
ચોળાની દાળ
આપણે રોજબરોજ બનતી રસોઈમાં કોઈપણ રીતે કઠોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કઠોળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણાનાં ઘરમાં દર બુધવારે મગનો રિવાજ હોય છે. આજે હું ચોળાની દાળની રેસીપી પોસ્ટ કરું છું. કઠોળમાં બે પ્રકારનાં ચોળા મળે છે સફેદ અને લાલ. ચોળા એ ગુજરાતની સાથે વિવિધ પ્રદેશનાં લોકો પણ ખાય છે. જેમકે ચોળાને હિંદીભાષી લોબીયા કહે છે, ઓડિશામાં જુડુંગા, બંગાળમાં બારબોટી કોલાઈ, કર્ણાટકમાં અલસન્દી, મહારાષ્ટ્રમાં ચવલી, તામિલનાડુમાં કારામણી કેથત્તા પયિર તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ યુનાઈટેડ સ્ટેટ્સમાં તે બ્લેક આય્ડ પીસ તરીકે પ્રખ્યાત છે. આ સિવાય શ્રીલંકામાં ચોળાને નારિયેળનાં દૂધમાં રાંધીને બનાવાય છે, ટર્કીનાં લોકો ચોળાને અધકચરા બાફીને તેમાં ઓલિવ ઓઈલ, મીઠું, ટામેટાં, લસણ ઉમેરીને સલાડ તરીકે ખાય છે. આફ્રિકામાં ઘાના, નાઈજીરિયા, સેનેગલ અને કેમરુન પ્રદેશ તથા બ્રાઝિલમાં પણ ચોળાનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે. તો આવા પૌષ્ટિક કઠોળ ચોળાની દાળ બનાવતા આપણે શીખીએ. Nigam Thakkar Recipes -
પંચ દાલ તડકા ફ્રાય
#TeamTrees#દાળકઢી આ દાળને જીરા રાઈસ સાથે અથવા તો રોટલી સાથે પણ ખાઈ શકાય છે Kala Ramoliya -
ગ્રીન ગાર્લીક દાલ તડકા
લીલાં લસણ નાં તડકા થી આ દાલ માં એકદમ અલગ ટેસ્ટ આવે છે. જીરા રાઈસ સાથે એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે. Disha Prashant Chavda -
ગ્રીન દાલ ફ્રાય
#લીલીઆપણે જ્યારે પણ બહાર રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ સાથે દાલ ફ્રાય કે દાલ તડકા ખાતા જ હોઈએ છીએ. જેમ ઘણાને આદત હોય છે કે ઘરે દાળ-ભાત ન મળે ત્યાં સુધી જમવામાં સંતોષ થતો નથી તેમ રેસ્ટોરન્ટમાં પણ જ્યાં સુધી જીરા રાઈસ દાલ ફ્રાય ન ખાઈએ ત્યાં સુધી મેઈન કોર્સ કમ્પ્લીટ થતો નથી. દાલ ફ્રાય ઘણી બધી રીતે બનાવી શકાય છે. જેમકે આપણા ગુજરાતમાં તુવેર-ચણા-મગની દાળ, પંજાબમાં ચણા-અડદ-મસૂરની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તો આજે આપણે કોથમીરનો ઉપયોગ કરીને ગ્રીન દાલ ફ્રાય બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ડબલ તડકા દાલ ફ્રાય (Double Tadka Dal Fry Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindiaદાળ એ મુખ્ય ભોજન નું અભિન્ન અંગ છે. શાક ન હોય ત્યારે દાળ રોટલી પણ ખૂબ જ સરસ લાગે છે એવી ડબલ તડકા દાળ બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને રાઈસ સાથે તો તેની મજા વધી જાય છે. Ankita Tank Parmar -
દાલ તડકા વીથ વેજ પુલાવ
#Theincredibles#પ્રેઝન્ટેશનમાસ્ટર શેફ ચેલેન્જ વીક ૩ દાલ તડકા અને વેજ પુલાવ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે... દોસ્તો ચાલો રેસિપી જોઈ લઈએ .. Pratiksha's kitchen. -
દાલ ફ્રાય તડકા
#દાળકઢીરેસ્ટોરન્ટ સ્ટાઈલ કૂકર મા બનાવી છે, ખૂબ જ ઝડપ થી બની જશે.. Radhika Nirav Trivedi -
દૂધી ચણાનું શાક
#ઘણા લોકોને દૂધી નથી ભાવતી તો આ રીતે શાક બનાવીને સર્વ કરશો તો તેમને ચોક્ક્સ ભાવશે, એકદમ સરળ રીતે બને છે તથા ખૂબ જ પૌષ્ટિક રેસિપી છે. Nigam Thakkar Recipes -
વેજીટેબલ તડકા દાલ
#goldanapron3#week2એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી બાનવી છે જેનો સ્વાદ હોટલ જેવો છે.એકવાર જરૂર થી બનાવો ને વેજીટેબલ તડકા દાલ ખાવા ની મજા માણો. Urvashi Mehta -
પંજાબી ડબલ તડકા દાલ (Punjabi Double Tadka Dal Recipe In Gujarati)
દાલ ફ્રાય તુવેરની દાળ અને મગની દાળ મિક્સ કરીને બનાવાય છે પણ આજે મેં મગની દાળ અને ફોતરાવાળી દાળ મિક્સ કરીને દાળ ફ્રાય બનાવી છે આ દાલ ફ્રાયમાં સૂકા ધાણા અને વસંતના મસાલાથી ટેસ્ટ ખુબ જ સરસ આવ્યો છે#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
બ્રાઉન બ્રેડ ઉપમા
#માસ્ટરક્લાસઆજે હું બ્રેકફાસ્ટની રેસીપી લઈને આવ્યો છું. આપણે રોજિંદી દિનચર્યામાં ત્રણ meal લઈએ છીએ. બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર. તેમાં બ્રેકફાસ્ટ એ બહુ important meal છે. ઘણા લોકો બ્રેકફાસ્ટ નથી કરતા સવારે ચા-કોફી-દૂધ જે પણ પીતા હોય એ પીને સીધા બપોરે જમવાના સમયે લંચ લેતા હોય છે. પણ આવું કરવાથી લંચ સમયે ભૂખ વધારે લાગે છે અને વધારે જમી લેવાતું હોય છે. તો આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. સૃષ્ટિનાં નિયમ તથા શરીરની રચના પ્રમાણે સવારે બધાનું પેટ ખાલી થતું હોય છે. ભૂખ્યા રહેવાથી વજન ઉતરે એ ઘણા લોકોનો ભ્રમ છે. એટલે જો સવારે હેલ્થી બ્રેકફાસ્ટ લઈએ તો બપોરે જલ્દી ભૂખ ન લાગે અને લંચ સમયે પ્રમાણમાં જમી શકીએ. લંચમાં પણ જમતા પહેલા સલાડ બને એટલું વધારે ખાવું અથવા જો કાચું ન ભાવે તો એકદમ ઓછા તેલમાં બનાવેલ કોબીજ, ટામેટાં, કેપ્સિકમ, ગાજરનો સંભારો ખાવો જોઈએ. બ્રેકફાસ્ટમાં તળેલા નાસ્તા ન ખાવા જોઈએ. એમાં પણ બહારથી લાવેલા નાસ્તા તો બિલકુલ નહીં. જો સવારે ઉતાવળમાં બ્રેકફાસ્ટ બનાવવાની અનુકૂળતા કે સમય ન હોય તો ૩-૪ નંગ બદામ અને એક એપલ ખાઈએ તો પણ ઉત્તમ છે. આપણે જનરલી બ્રેકફાસ્ટમાં ઉપમા, પૌંઆ, વઘારેલી રોટલી-ભાખરી, ઈડલી કે રાતે બનાવેલી ભાખરી-થેપલા જેવું ખાતા હોઈએ છીએ. તો આજે હું ઉપમાની રેસીપી પોસ્ટ કરું છું જે મેં બ્રાઉન બ્રેડમાંથી બનાવી છે. રેગ્યુલર મેંદાની બ્રેડ કરતા ઘઉંની બ્રાઉન બ્રેડ પ્રમાણમાં વધારે હેલ્થી હોય છે. રોજ એકનાં એક બ્રેકફાસ્ટથી કંટાળેલા હોઈએ ત્યારે બ્રાઉન બ્રેડ ઉપમા બનાવીને ખાઈ શકાય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ગુજરાતી કઢી - મગની છૂટી દાળ
#દાળકઢીકઢી એ દહીં કે છાશમાં બેસન ઉમેરીને બનાવવામાં આવતી તરલ વાનગી છે. કઢીની સાથે ભાત તથા ખીચડી પીરસવામાં આવે છે. સંપૂર્ણ ભારતમાં વિવિધ પ્રાંતમાં વિવિધ રીતે કઢી બનાવવામાં આવે છે. તેમાં પણ ગુજરાતી કઢી જે સ્વાદમાં ખાટી મીઠી હોય છે તે બધાની ખૂબ પ્રિય હોય છે અને દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી હોય છે. મારા ઘરમાં જ્યારે પણ કઢી-ભાત બને ત્યારે તેની સાથે મગની કે તુવેરની છૂટી દાળ અવશ્ય બને છે. છૂટી દાળ, ભાત અને કઢી ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મારા ઘરની રીત પ્રમાણે બનતી ગુજરાતી કઢી અને મગની છૂટી દાળ બંનેની કોમ્બો રેસીપી પોસ્ટ કરું છું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
ચણાની દાળ ડબલ તડકા (Chana Dal Double Tadka Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiચણાની દાળ તડકા Ketki Dave -
ફણગાવેલા મઠનું શાક
#કઠોળઆપણે રોજબરોજની રસોઈમાં કઠોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આજે હું મઠ થી બનતી રેસીપી પોસ્ટ કરું છું. મઠ એ એક જાણીતું કઠોળ છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ તથા વિટામિન સારા પ્રમાણમાં હોય છે. હિંદીમાં તેને મોઠ અને અંગ્રેજીમાં મોઠ બીન્સ તથા મરાઠીમાં મટકી તરીકે ઓળખાય છે. મહારાષ્ટ્રીયન રસોઈમાં તે ખૂબ જ પ્રચલિત છે. તેઓ ફણગાવેલા મઠનું મિસળ બનાવે છે. ગુજરાતમાં દિવાળીનાં સમયે મઠનાં લોટમાંથી મઠીયા બનાવવામાં આવે છે. Nigam Thakkar Recipes -
તડકા દાલ અને રાઈસ(Tadka Dal n Rice Recipe in Gujarati)
આપણે જ્યારે નોર્મલી દાળ-ભાત બનાવીએ ક્યારે તુવેરની દાળને ક્રશ કરીને બનાવતાં હોઈએ છીએ તડકા દાળ મા તુવેરની દાળ વાપરી છે પણ એને ક્રશ નથી કરી અને આખી જ રાખી છે. ટેસ્ટ ખુબ જ સરસ આવે છેક્રશ#સુપરશેફ૪ Ruta Majithiya -
-
-
લીંબુમસાલાવાળી ચણાની દાળ
#સ્ટ્રીટદાળ આઈ ભાઈ દાળ... લીંબુ મસાલાવાળી દાળ... કાંદા-ટામેટાવાળી કેરીવાળી દાળ... દાળ લઈ લ્યો ભાઈ દાળ... ગુજરાતમાં લોકલ ટ્રેનમાં મુસાફરી જેણે કરી હશે તેણે આવું સાંભળ્યું હશે. ઘણાંને તો ટ્રેનમાં દાળવાળો બાજુમાંથી પસાર થાય અને સુગંધ આવે એટલે દાળ ખાવી ન હોય તો પણ ખાવાની ઈચ્છા થઈ જાય છે. થોડા વર્ષો પહેલા તો ચણાની દાળ મેગેઝીનનાં જાડા પેપરમાં આપતા હતા અને ખાવા માટે જાડા પૂંઠાનો વાળેલો નાનો ટુકડો આપતા પણ હવે પેપરડીશ અને પ્લાસ્ટિકની ચમચી આપતા થયા છે. તો આપણે ટ્રેનમાં મળતી ચણાની દાળ બનાવતા આજે શિખીશું, જે સ્વાદમાં ચટાકેદાર બને છે. Nigam Thakkar Recipes -
જૈન દાલ તડકા (Jain Dal Tadka Recipe In Gujarati)
#SJR : જૈન દાલ તડકાજૈન લોકો લસણ ડુંગળી અને કંદમૂળ નથી ખાતા હોતા. તો આજે મેં પંજાબી સ્ટાઈલમાં જૈન દાલ તડકા બનાવી. જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે. Sonal Modha -
મિક્સ દાલ- ભાજી
#પીળી#દાળકઢીફ્રેન્ડસ, દાળ એ એક પૌષ્ટિક આહાર છે. આ એક દેશી દાળ રેસિપી છે. મેં અહીં મગ ની દાળ માં ચણા અને અડદની દાળ મિક્સ કરી છે . સુવા અને મૂળા ની ભાજી સ્વભાવે તીખી હોવાથી આ ૩ સિમ્પલ દાળ ને નવો ટેસ્ટ આપે છે. લીલું મરચું અને લીલી હળદર તેમજ કોથમીર દાળ ના સ્વાદ માં વઘારો કરે છે.મેં આ દાળ મિક્સ લોટ ની રોટલી , ગોળ, લસણીયા ગાજર , મૂળા સાથે સર્વ કરી છે જે શિયાળા નું એક હેલ્ધી લંચ બની રહેશે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ફરાળી મોરૈયાની ઘેંશ
#માસ્ટરક્લાસઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસીપી પોસ્ટ કરું છું. કોઈપણ વ્રત/ઉપવાસ હોય ત્યારે આપણે ફરાળમાં મોરૈયાની ખીચડી બનાવતા હોઈએ છીએ. તેની સાથે કઢી કે દહીં ખાતા હોઈએ છીએ. મોરૈયાની ખીચડી બનાવતી વખતે તેમાં બટાકા ઉમેરીને પાણીમાં બનાવવામાં આવે છે. પરંતુ આજે હું પાણીની જગ્યાએ છાશ ઉમેરીને ઢીલી મોરૈયાની ઘેંશ બનાવીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તેની સાથે કઢી કે દહીં મિક્સ કરવાની જરૂર પડતી નથી. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
પંજાબી દાલ તડકા(Punjabi Dal Tadka Recipe in Gujarati)
#નોર્થ#પંજાબપોસ્ટ 4 પંજાબી દાલ તડકા Mital Bhavsar -
લસુની દાલ તડકા (Lasuni Dal Tadka Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીઆમ તો ઘણા બધા પ્રકાર ની દાળ આપણે બનાવીયે છે જેમ કે તુવેર ની ખાટી મીઠી દાળ, દાલ મખની, અડદ ની દાલ વગેરે.. મેં આજે લસુની દાલ તડકા બનાવી છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
પચરંગી દાલ પાલક
#દાળકઢીમગની દાળ અને પાલક તો ધંધા જ બનાવે છે આજે મેં પચરંગી દાલ લઈ પાલક અને લીલુ લસણ ઉમેરીને દાળ બનાવી છે જે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Bhumika Parmar -
રાજસ્થાની દાલ બાટી
#goldenapron2#Rajasthanદાલ બાટી એ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે.બાટી સાથે બે પ્રકાર ની દાળ બને છે.મીકસ મસાલા વાળી દાળ અને અડદ અને ચણા ની દાળ મીક્સ કરી ને ખાલી મીઠું અને આદું મરચાં ની પેસ્ટ નાખી ને બનાવે છે અને ઉપરથી લસણ ની તરી નાખીને ખાઈ છે.મારા ઘરમાં અળદ ની દાળ બને છે. Bhumika Parmar -
More Recipes
ટિપ્પણીઓ