રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦-૧૨ નંગ મરી
  2. 3 નંગબટાકા
  3. ૫૦૦ ગ્રામ ફ્લાવર
  4. ૮-૧૦ નંગ ટામેટા
  5. ૩-૪ ટી સ્પૂન લસણ ની ચટણી
  6. 1 કપવટાણા
  7. નિમક સ્વાદ અનુસાર
  8. 1 ટી સ્પૂનહળદર
  9. 2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  10. ૧/૨ ગ્લાસ પાણી
  11. 5 ટી સ્પૂનતેલ
  12. ૧/૨ દૂધી
  13. ૮-૧૦ નંગ રીંગણાં
  14. 1 નંગલીંબુ
  15. 3 નંગડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો. હવે શાક સમારી લો.

  2. 2

    હવે સમારેલા શાક ને બાફી લો. શાક ઠંડુ પડે ત્યાં સુધી ટામેટા અને ડુંગળી ઝીણી સમારેલી લો.

  3. 3

    હવે એક પેન મા તેલ ગરમ કરી તેમાં મરી નો વઘાર કરો. હવે તેમાં સમારેલા ટામેટા અને લસણ ની ચટણી ઉમેરી ને તેલ ઉપર ના આવે ત્યાં સુધી સાંતળો.

  4. 4

    હવે તેમાં નિમક અને હળદર ઉમેરી જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી લો. ત્યાર બાદ બાફેલા શાક નુ મિશ્રણ ઉમેરો. વટાણા ના ઉમેરવા.

  5. 5

    મિશ્રણ ને બરાબર મિક્સ કરી ચડવા દો થોડું થોડું પાણી ઉમેરતા જાવ જેટલી ભાજી ઢીલી રાખવી હોઈ તેટલું પાણી ઉમેરવું. હવે તેમાં વટાણા ઉમેરી અને લાલ મરચું પાઉડર ઉમેરો.

  6. 6

    હવે તેને બટર ના પીસ થી ગાર્નિશ કરો. લીંબુ ઉપર થી ઉમેરો. તૈયાર છે પાઉં ભાજી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

ટિપ્પણીઓ

Similar Recipes