ચુરમાં ના લાડું (Churma ladu in gujrati)

Lata Tank
Lata Tank @cook_20603056
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3વાટકાા ઘઉંનો કરકરો લોટ
  2. ૧વાટકો ગોળ
  3. 1વાટકો ઘી
  4. 1 વાટકીસમારેલા કાજુ,બદામ, દ્રાક્સ
  5. 1જાયફળ
  6. 2 ચમચીખસખસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટને કથરોટમાં લઇ મુઠ્ઠી પડતું મોણ દેવુ,ત્યારબાદ જરુરમુજબ પાણી નાખતા જઇ એકદમ કઠણ લોટ બાંધી તેમાંથી મુઠીયા વાળી લેવા,

  2. 2

    હવે તેલ ગરમ થાય એટલે બધાં મુઠીયા તળી લેવાંતળાય જાય એટલે તેને એકદમ ભાંગી છેલ્લે મિક્સરમાં કાઢી એકસરખુ ચારણીથી ચાળી લેવું,પછી તેમાં સમારેલા ડ્રાાય ફ્રુટ, જાયફળ નો ભુક્કો નાખી દેવો.

  3. 3

    હવે એક તપેલામાં ઘી નાખી ગેસ પર મુકો,પછી તેમાં ગોળ નાખી એકદમ ગરમ પાઇ લેવી પાય આવી જાય એટલે તેમાં લોટ નાખી દેવો. અને બરાબર મિક્સ કરવું.હવે ગેસ ઉપરથી ઉતારી ઠંડું થાય એટલે એકસરખા માપનાં લાડુ વાળી લેવાં, અને પછી ઉપર ખસખસ લગાડી દેવાં.

  4. 4

    બધા લાડું વાળતા જઈને એક મોટા થાળમાં ગોઠવી દેવાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Lata Tank
Lata Tank @cook_20603056
પર

ટિપ્પણીઓ

Similar Recipes