ચુરમાના લાડુ (churma ladu Recipe In Gujarati)

Jasminben parmar
Jasminben parmar @cook_20483252

#મોમ
ચુરમાના લાડુ મારા મમ્મી પાસેથી શીખી છું તે મને અને મારા બાળકોને બહુ જ પસંદ છે તો આજે મારા બાળકો માટે ચુરમાના લાડુ બનાવ્યા ખુબ જ સરસ બન્યા

ચુરમાના લાડુ (churma ladu Recipe In Gujarati)

#મોમ
ચુરમાના લાડુ મારા મમ્મી પાસેથી શીખી છું તે મને અને મારા બાળકોને બહુ જ પસંદ છે તો આજે મારા બાળકો માટે ચુરમાના લાડુ બનાવ્યા ખુબ જ સરસ બન્યા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ઘઉંનો કરકરો લોટ
  2. 1વાટકો ઘઉંનો ઝીણો લોટ
  3. 1વાટકો દેશી ઘી
  4. 3/4વાટકો ગોળ
  5. તેલ તળવા માટે અને મોણ માટે
  6. પાણી જરૂર મુજબ
  7. ખસખસ જરૂર મુજબ
  8. ચમચીએલચી પાવડર અડધી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઉપરની સામગ્રી તૈયાર રાખો

  2. 2

    એક કથરોટમાં ઘઉંના બંને લોટ ભેગા કરો અને તેમાં ચારથી પાંચ ચમચી તેલનું મોણ નાંખી મિક્સ કરી દો

  3. 3

    હવે એક તપેલીમાં એક ગ્લાસ જેટલું નવશેકુ ગરમ પાણી કરી લોટમાં જરૂર મુજબ નાખીને કઠણ મુઠીયા બનાવી લો

  4. 4

    આ મુઠીયાને ગરમ તેલમાં ગોલ્ડન કલર ના તોડી લો અને ઠંડા થાય પછી તેના નાના ટુકડા કરી મિક્સરમાં ક્રશ કરી ચારણીથી ચાળી લો

  5. 5

    હવે એક તપેલીમાં ઘી અને ગોળની પાઈ બનાવી આ આ ભૂકામાં નાખી દો તેમાં એલચી પાવડર નાખીને હલાવી લો

  6. 6

    હવે તેના લાડુ બનાવી તેના ઉપર ખસખસ લગાવી ને સર્વ કરો તો તૈયાર છે મીઠા મીઠા મસ્ત ચુરમાના લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasminben parmar
Jasminben parmar @cook_20483252
પર

Similar Recipes