ચોખાની સેવ (Rice flour Sev Recipe In Gujarati)

Khushi Dattani
Khushi Dattani @cook_21123323
Khambhaliya
શેર કરો

ઘટકો

  1. 1kg ચોખાનો લોટ
  2. 20 ગ્રામપાપડીયો ખારો
  3. મીઠું જરૂર મુજબ
  4. 2 ચમચીજીરું
  5. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખાના લોટ ને ચાળી લઈ અને જે તપેલી માં ચોખા નો લોટ હોય એ બે તપેલી પાણી મુકવાનું.હવે એક જાડું તપેલું લઈ તેમાં પાણી ઉકળવા મુકસું.પાણી ઉકળે એટલે તેમાં પાપડીયો ખારો,મીઠું અને જીરા ને અધકચરુ વાટીને નાખી દઈસુ. હવે 10 મિનિટ સુધી પાણી ઉકળવા દેવાનું છે.

  2. 2

    10 મિનિટ પછી પાણી ઉકળી જાય એટલે તપેલા ને નીચે લઈ તેમાં ચોખા નો લોટ ઉમેરી ને વેલણ થી એકદમ હલાવી લેવું એટલે ખીચુ તૈયાર થઈ જશે.હવે સેવ પાડવાનો સંચો લઈ તેમાં સેવ બનાવની જારી અને સંચામાં તેલ લગાવી દો અને તેલ વારા હાથ કરી ખીચુ મસળી ને સંચા માં ભરી લેવું. આ સેવ આપણે ધાબા (અગાસી) પર તડકામાં કરવાની છે. તો એક પ્લાસ્ટિક કે કોટનના કપડાં પર જેવી રીતે સેવ કરીયે તે રીતેજ કરવાની છે. સેવ કરતા નાના અને થોડા છુટી પાળવાની છે. આ સેવ ને 2 દિવસ સુકાતા થાય છે.

  3. 3

    2 દિવસ પછી આ સેવ નાના અને મોટા સૌ ખાઈ શકે. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તળી લેવી.તો તૈયાર છે આપની ચોખાની સેવ. આ સેવ બાળકો લંચ બોક્સ માં પણ લઈ જઈ શકે. આ સેવ તમે આખું વર્ષ સ્ટોર કરી શકાય છે.thank you friends

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushi Dattani
Khushi Dattani @cook_21123323
પર
Khambhaliya

ટિપ્પણીઓ

Similar Recipes