પટ્ટી સમોસા

Dxita Trivedi
Dxita Trivedi @dixita_6586
Ahmedabad

પટ્ટી સમોસા

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કણક માટે
  2. ૧/૩ કપ મેંદો
  3. ૧/૨ ટીસ્પૂન પીગળાવેલું ઘી
  4. 1ચપટીભર અજમો
  5. મીઠું, સ્વાદાનુસાર
  6. પૂરણ માટે
  7. ૩/૪ કપ બાફીને છોલેલા બટાટાના ટુકડા
  8. ૧/૩ કપ બાફેલા લીલા વટાણા
  9. 1 ટેબલસ્પૂનતેલ
  10. ૧/૨ ટીસ્પૂન જીરૂ
  11. 1ચપટીભર હીંગ
  12. 1૧/૨ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
  13. ૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
  14. ૧/૪ ટીસ્પૂન આમચૂર
  15. ૧/૪ ટીસ્પૂન આખા ધાણા
  16. મીઠું, સ્વાદાનુસાર
  17. 1 ટેબલસ્પૂનઝીણી સમારેલી કોથમીર
  18. તેલ, તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બધી વસ્તુઓ સાથે જરૂરી પાણી મેળવી કઠણ કણિક તૈયાર કરીને મલમલના કપડા વડે અથવા ઢાંકણ વડે ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.

  2. 2

    એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં હીંગ અને આદૂ-લીલા મરચાંની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં બટાટા અને લીલા વટાણા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો. આ પૂરણને ચમચાના પાછળના ભાગ વડે હલકા હાથે દબાવી લો.તે પછી તેમાં ગરમ મસાલો, આમચૂર, આખા ધાણા અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.છેલ્લે તેમાં કોથમીરઉમેરો.

  3. 3

    તૈયાર કરેલી કણિકને સરખી રીતે ગુંદી તે સુંવાળી અને લવચીક બને ત્યારે તેના ૨ સરખા ભાગ પાડો.દરેક ભાગને વણીને ૧૫૦ મી. મી. X ૭૫ મી. મી. (૬” x ૩”)ના માપનો લંબગોળ તૈયાર કરો.આ લંબગોળાકારના ચપ્પુની મદદથી બે સરખા ભાગ પાડો.હવે એક ભાગને હાથમાં લઇ તેની કીનારીઓને વાળીને કોન આકાર તૈયાર કરો.આ કોનમાં તૈયાર કરેલા પૂરણનો એક ભાગ મૂકી તેની કીનારી પણ થોડું પાણી લગાડીને બંધ કરી દો.

  4. 4

    હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં સમોસાને મધ્યમ તાપ પર તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
    લીલી ચટણી અથવા કેપ સાથે ગરમ-ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dxita Trivedi
Dxita Trivedi @dixita_6586
પર
Ahmedabad

Similar Recipes