નવતાડ સમોસા (Navtad Samosa Recipe In Gujarati)

નવતાડ સમોસા (Navtad Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળ ને ૫-૬ કલાક સુધી પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરીને કૂકરમાં દાણો છૂટો રહે તે રીતે બાફી લો. ત્યારબાદ તેને કાણાં વાળા બાઉલમાં કાઢી પાણી નિતારી લો. (૩-૪ ચમચી બાફેલી દાળ ચટણી માટે અલગ કાઢી લો). હવે તેમાં મીઠું, શેકેલા જીરું નો પાઉડર, આદુ મરચાં ની પેસ્ટ, આમચૂર પાઉડર, દળેલી ખાંડ, સમારેલો ફુદીનો અને સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરો. પૂરણ તૈયાર છે.(પિકચર્સ રેસિપી ના અંતમાં છે).
- 2
ચટણી માટેની બધી સામગ્રી ભેગી કરી મિક્સરમાં થોડા પાણી સાથે પીસી લો. ચણાની દાળ અને ફૂદીનાની ચટણી તૈયાર છે.
- 3
હવે કણક માટે મેંદા ના લોટ માં ઘઉં નો લોટ, મીઠું અને તેલ ઉમેરી પાણી થી નરમ કણક બાંધી લો. ઢાંકીને ૧૫-૨૦ મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ફરીથી મસળીને તેમાં થી એક સરખા ગોળા વાળી લો. હવે બે ગોળા લઇ અટામણ માં રગદોળી વારાફરતી તેમાં થી એક સરખી નાની રોટલી વણી લો. હવે એક રોટલી લઇ તેની ઉપર ઘી લગાવી થોડું અટામણ ભભરાવો. હવે તેની ઉપર બીજી રોટલી મૂકી સહેજ દાબીને ફરીથી અટામણ માં રગદોળી મોટી પાતળી રોટલી વણી લો.
- 4
ગરમ તવા પર બન્ને બાજુ છાંટ ન પડે તે રીતે શેકી લો.શેકાઇ જાય એટલે બન્ને પડ ને અલગ કરી દો આ રીતે બધી રોટલીઓ તૈયાર કરી લો..
- 5
હવે બધી રોટલીઓ એક સાથે લઈ નીચે બતાવ્યા પ્રમાણે કાપી પટ્ટી તૈયાર કરો. સમોસા ની પટ્ટી તૈયાર છે
- 6
હવે ઘઉં ના લોટ માં થોડું પાણી ઉમેરીન મિક્સ કરી ઘટ્ટ લુગ્દી તૈયાર કરો.
- 7
હવે એક પટ્ટી લઈ તેની એક મોટી કિનારી પર લુગદી લગાવી નીચે બતાવ્યા પ્રમાણે વાળી પૂરણ ભરી બધા સમોસા તૈયાર કરી લો.
- 8
ગરમ તેલમા મધ્યમ તાપે સોનેરી થાય ત્યાં સુધી તળી લો. સમોસા ને ચણાની દાળ-ફૂદીનાની ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે પરોસો.
- 9
આ પગલું ૧ ના પિક્ચર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાઈનીઝ મિર્ચી ભજીયા (Chinese Mirchi Bhajiya Recipe In Gujarati)
#CulinaryQueens#ફ્યુઝનવીક Purvi Modi -
પાલક છોલે મસાલા વીથ સ્ટફ ચીઝી બનાના કુલ્ચા( Palak Chhole Masala Stuffed Cheesy Banana Kulcha Recip
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ Purvi Modi -
-
-
-
બ્રેડ સ્પ્રિંગ રોલ (Bread Spring Roll Recipe In Gujarati)
#CulinaryQueens#તકનીક#ડીપફ્રાઈડ Purvi Modi -
-
શીંગદાણા કેળા ની બરફી (Shingdana Kela Barfi Recipe In Gujarati)
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ Purvi Modi -
-
-
-
-
તીખો ખીચડો
#શિયાળાતીખો ખીચડો ખાસ શિયાળામાં બનાવવામાં આવતી વાનગી છે. જેમાં લગભગ દરેક પ્રકારના મરી મસાલા નો ઉપયોગ થાય છે. ચોખા અને બધીજ દાળ ઉમેરીને બનાવવામાં આવે છે તેથી પૌષ્ટિક પણ છે. ઘણી બધી સામગ્રી ની જરૂર પડે છે પરંતુ પરિણામ પણ તેટલું જ સ્વાદિષ્ટ છે. દરેક સામગ્રી ઘરમાં જ પ્રાપ્ય હોય તેવી છે. આ ખીચડા ને કઢી, પાપડ, પાપડી ના દાણા અને રીંગણ ના શાક સાથે પીરસવા માં આવે છે. Purvi Modi -
-
-
-
-
પ્રોટીન રીચ (સોયાચન્ક) પરાઠા
બાળકો અને પુખ્ત બધાને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શાકાહારી વ્યક્તિ માટે આ પરાઠા એક સરસ વિકલ્પ છે. Purvi Modi -
દલિયા ચીલા
#હેલ્થીદલિયા અથવા ઘઉં ના ફાડા ખૂબ જ પૌષ્ટિક છે. વજન ઉતારવા માટે તથા ડાયાબિટીસ ના દર્દી માટે લાભદાયક છે. અહીં મેં દલિયા માં થી ચીલા બનાવ્યા છે. જેને ઢોસા પણ કહી શકાય. તેનું ખીરું બનાવવા માં આથો લાવવા ની જરૂર નથી હોતી. સરસ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે. Purvi Modi -
-
-
-
-
-
-
મિક્સ ભરેલું શાક
#શાકઆ શાકને મેં માઈક્રો વેવ માં બનાવ્યું છે. ઝડપથી બની જાય છે અને મસાલો તળિયે ચોંટી જવાનો ભય રહેતો નથી. Purvi Modi -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ