🌧️🌧️પંજાબી સમોસા(punjabi samosa recipe in gujarati)

Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
Mumbai

# માઇઇબુક
# સુપર શેફ-૩
# મોન્સુન સ્પેશ્યલ

🌧️🌧️પંજાબી સમોસા(punjabi samosa recipe in gujarati)

# માઇઇબુક
# સુપર શેફ-૩
# મોન્સુન સ્પેશ્યલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧/૩ કપમેંદો
  2. ૧/૨ ચમચીપીગળેલું ઘી
  3. ચપટીભર અજમો
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૩/૪ કપ બાફીને છોલેલા બટાકા ના ટુકડા
  6. ૧/૩ કપબાફેલા લીલા વટાણા
  7. ૧ ચમચીતેલ
  8. ૧/૨ ચમચીજીરૂ
  9. ૧ ચપટીહિંગ
  10. દોઢ ચમચી આદુ મરચાની પેસ્ટ
  11. ૧/૨ ચમચીગરમ મસાલો
  12. ૧/૪ ચમચીઆમચૂર પાઉડર
  13. ૧/૪ ચમચીઆખા ધાણા
  14. મીઠું સ્વાદાનુસાર
  15. ૧ ચમચીઝીણી સમારેલી કોથમીર
  16. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં મેંદો ઘી અજમો અને મીઠું નાખી જરૂર પ્રમાણે પાણી નાખી કણક તૈયાર કરો. કઠણ કણક તૈયાર કરી તેને ઢાંકણ ઢાંકી ૧૦થી ૧૫ મિનિટ સુધી બાજુ પર રાખો.

  2. 2

    એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું મેળવો. જ્યારે દાણા તો પડવા માંડે ત્યારે તેમાં હિંગ આદુ લીલા મરચાની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકન્ડ સુધી સાંતળી લો.

  3. 3

    તે પછી તેમાં બટાકા અને લીલા વટાણા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર બેથી ત્રણ મિનિટ સુધી રાંધી લો. આ પૂરણને ચમચા ના પાછળ ના ભાગ વડે હળવે હાથે દબાવો.

  4. 4

    હવે પુરણ માં ગરમ મસાલો, આમચૂર, આખા ધાણા, અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર બે મિનીટ સુધી હલાવો.

  5. 5

    હવે તેમાં કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર એક મિનીટ સુધી હલાવો. તો હવે પૂરણ એક ડીશમાં લઈ તેને ઠંડુ કરવા મુકો.

  6. 6

    કણકને સારી રીતે મસળી તેમાંથી લુવા પાડી તેને લંબગોળ આકારની વણી લો હવે વચ્ચેથી ચપ્પુની મદદથી તેને કાપી લો.

  7. 7

    સમોસાનો આકાર આપી તેની અંદર બટાકાનો પૂરણ ભરી લો. આજ રીતે બધા સમોસા તૈયાર કરી લો.

  8. 8

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સમોસાને મધ્યમ તાપ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

  9. 9

    હવે સર્વિંગ પ્લેટમાં ગરમાગરમ પંજાબી સમોસા સાથે સોસ અને પપૈયા ના સંભારા સાથે મજામાં માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
પર
Mumbai
l m foodie and I am trying every time new resipy.
વધુ વાંચો

Similar Recipes