ત્રિપલ ઝાયકેદાર બિરયાની

જેમ ગુજરાત ના ફેમસ છે - કઢી ભાત
તેમ રાજસ્થાન ના ફેમસ છે – રાજસ્થાની ગટ્ટા
અને પંજાબ નું ફેમસ છે - પાલક પનીર
તો ચાલો ત્રણેય પ્રદેશને ભેગા કરીને બનાવીએ કઇંક નવીન.
મારી રેસીપી નું નામ છે “ત્રિપલ ઝાયકેદાર બિરયાની”
જેમાં મેં ગટ્ટા પુલાવ, સદા ભાત અને પાલક પનીર પુલાવ ત્રણેય ને ભેગા કરીને એક ખૂબ જ સરસ બિરયાની તૈયાર કરી છે.
મારી આ રેસીપી કલર્સ ગુજરાતી ચેનલ - રસોઈ શો માં પણ પ્રશારિત થયેલી છે.
ત્રિપલ ઝાયકેદાર બિરયાની
જેમ ગુજરાત ના ફેમસ છે - કઢી ભાત
તેમ રાજસ્થાન ના ફેમસ છે – રાજસ્થાની ગટ્ટા
અને પંજાબ નું ફેમસ છે - પાલક પનીર
તો ચાલો ત્રણેય પ્રદેશને ભેગા કરીને બનાવીએ કઇંક નવીન.
મારી રેસીપી નું નામ છે “ત્રિપલ ઝાયકેદાર બિરયાની”
જેમાં મેં ગટ્ટા પુલાવ, સદા ભાત અને પાલક પનીર પુલાવ ત્રણેય ને ભેગા કરીને એક ખૂબ જ સરસ બિરયાની તૈયાર કરી છે.
મારી આ રેસીપી કલર્સ ગુજરાતી ચેનલ - રસોઈ શો માં પણ પ્રશારિત થયેલી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો.
હવે એક બાઉલમાં ચણા નો લોટ, લાલ મરચું, ધાણા જીરું, મીઠું, હળદર અને તેલ લઈ બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી ગટ્ટા માટેનો લોટ બાંધી લો. હવે તેમાથી ગટ્ટા વાળી ગરમ પાણીમાં 5-7 મિનિટ માટે બાફવા મૂકી દો. ગટ્ટા બફાઈ જાય પછી તેને ઠંડા કરીને ગોળ શેપમાં કાપી લો. - 2
પછી એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું સાંતળો. પછી તેમાં કાપેલા ગટ્ટા, લાલ મરચું, ધાણા જીરું, હળદર અને રાંધેલા ભાત ઉમેરી બરાબર મિક્સ કરી ગટ્ટા પુલાવ તૈયાર કરો.
- 3
હવે પાલક પનીર પુલાવ બનાવવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું સાંતળો. ત્યાર બાદ તેમાં આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટ નાખીને તેને પણ સેકી લો. ત્યાર બાદ તેમાં ટમેટાની અને પાલકની પેસ્ટ નાખી તેમાં લાલ મરચું, ધાણા જીરું, હળદર અને મીઠું નાખી બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં છીણેલું પનીર ઉમેરો. પછી તેમાં રાંધેલા ભાત ઉમેરી બરાબર મિક્સ કરી પાલક પનીર પુલાવ તૈયાર કરો.
- 4
હવે તેલથી ગ્રીસ કરેલા એક સ્ટીલના ડબ્બામાં સૌ પ્રથમ પાલક પનીર પુલાવ પાથરો. તેની ઉપર મસાલા સિંગ નું લેયર કરો. હવે તેની ઉપર સદા ભાત નું એક લેયર કરો. પછી તેની ઉપર ફરી મસાલા સિંગ નું લેયર કરો. હવે તેની ઉપર ગટ્ટા પુલાવ પાથરો.
- 5
હવે બિરયાની ને સરવિંગ પ્લેટમાં ઉન્મોલ્ડ કરી તેને છીણેલા પનીર, તળેલા બટાકાની મસાલા સ્લાઈસ, ટમેટાનું ગુલાબ, મીઠા લીમડાની ડાળખી અને લીલા મરચાં થી ગાર્નિશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ