મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Manchurian Fried Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી ભેગી કરો. ત્યાર બાદ કોબીજ ને ખામણો તેમાં ગાજર ઉમેરો. ત્યાર બાદ લીલા મરચા, ડુંગળી, લસણ ની પેસ્ટ તૈયાર કરો. એક બાજુ ભાત ને બાફી તૈયાર કરો.
- 2
ખમણેલ કોબી ગાજર માં સ્વાદ અનુસાર મીઠુ તથા ખાવાનો સોડા ઉમેરો.તથા આદુ મરચા ની પેસ્ટ ઉમેરો. ત્યાર બાદ તેને ગોલા વાળી ગરમ તેલ માં તળી લો.
- 3
એક ગેસ પર તેલ મૂકી તેમાં ડુંગળી લસણ આદુ ની પેસ્ટ મૂકી વઘાર કરો. તેમાં સ્વાદ અનુસાર મીઠુ મરચું ઉમેરો. ત્યારબાદ તેમાં બાફેલા ભાત નાખો. ઉપર મુજબ તૈયાર થયેલા મંચુરિયન ને ભાત માં ઉમેરો.વઘાર માં જરૂર મુજબ પાણી ઉમેરો. પાણી (વઘાર) ને જાડું બનાવા એક વાટકા માં થોડો કોર્ન ફ્લોઉર ને પાણી નાખી વઘાર માં નાખો. તૈયાર છે મંચુરિયન રાઈસ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12379039










ટિપ્પણીઓ (3)