સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ(Stuffed Garlic Bread Sticks Recipe in Gujarati)

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
Surat, Gujarat, India

#મોમ

હેલો કેમ છો મિત્રો,

આજે હું અહીંયા મારા દીકરાને ભાવતી એવી ડોમિનોઝ સ્ટાઇલના સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ ની રેસિપી લઈને આવી છું......

સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ(Stuffed Garlic Bread Sticks Recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#મોમ

હેલો કેમ છો મિત્રો,

આજે હું અહીંયા મારા દીકરાને ભાવતી એવી ડોમિનોઝ સ્ટાઇલના સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ ની રેસિપી લઈને આવી છું......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ બ્રેડ બનશે
  1. કણક માટે-
  2. 500- ગ્રામ મેંદો
  3. થોડું તેલનું મોણ
  4. અડધી ચમચી ઓરેગાનો
  5. અડધી ચમચી ચીલી ફ્લેક્સ
  6. 5-6કળી સમારેલું લસણ
  7. 1- ચમચી ડ્રાય ઇસ્ટ
  8. અડધી ચમચી ખાંડ
  9. 1- કપ હૂંફાળું પાણી
  10. 1- ચમચી મિલ્ક પાવડર
  11. જરૂર મુજબ પાણી
  12. ગાર્લિક બટર માટે:
  13. 100- ગ્રામ બટર
  14. અડધી ચમચી ઓરેગાનો
  15. અડધી ચમચી ચીલી ફ્લેક્સ
  16. 2 ચમચીઝીણું સમારેલું લસણ
  17. સ્ટફિંગ માટે-
  18. 5- છીણેલી ચીઝ ક્યુબ
  19. 1- કપ અમેરિકન મકાઈ ના દાણા
  20. 10-15અલેપનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બ્રેડ માટેનો લોટ તૈયાર કરી લઈએ. એક વાડકીમાં અડધો કપ હુંફાળું પાણી લઈ,એમાં એક ચમચી ઇસ્ટ અને અડધી ચમચી ખાંડ નાખી દસ મિનિટ માટે સાઇડ ઉપર ઢાંકીને મૂકી રાખો. હવે એક મોટા બાઉલમાં મેંદો લઈ એમાં મીઠું, તેલનું મોણ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખો. ફોટા માં બતાવ્યાં મુજબ ઈસ્ટ ફોર્મેટ થાય એટલે એને મેંદાના લોટમાં ઉમેરી લેવી. મેંદાના લોટની કણક ને રોટલીના લોટ જેવું રાખવું. હવે એક એરટાઈટ કન્ટેનરમાં બાંધેલી કણકને બે થી ત્રણ કલાક માટે રેસ્ટ આપો.

  2. 2

    હવે ગાર્લિક બટર રેડી કરી લઈએ. 100 ગ્રામ બટર ને પીગાળી લો. એમાં ઝીણું સમારેલું લસણ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લો.

  3. 3

    મેંદા ની કણક ફર્મેટ થઈ ગયા બાદ એને બરાબર દસ મિનિટ સુધી મસળી લો. હવે એના એક સરખા પાંચ લૂઆ વાળી લો. હવે એક લૂઓ લઇ પ્લાસ્ટિક ઉપર રોટલા ની જેમ ફેલાવી લો. હવે આ રોટલા ઉપર સૌપ્રથમ ગાર્લિક બટર સ્પ્રેડ કરો. હવે રોટલાની અડધી સાઇડ ઉપર સ્ટફિંગ મૂકી લો. સૌપ્રથમ મકાઈના દાણા મૂકી એના ઉપર ચીઝ ભભરાવો. ત્યારબાદ એના ઉપર અલેપનો મૂકી દો. હવે ઉપર થોડું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ છાંટી લો.

  4. 4

    હવે હલકા હાથે અડધો રોટલો ફોલ્ડ કરી સાઈડ દબાવી લો. જેથી રોટલો સીલ થઈ જાય. હવે ચપ્પુ વડે હલકા હાથે વણેલા રોટલા ઉપર કાપા કરી લો. હવે બ્રેડને બેકિંગ ટ્રેમાં મૂકી એને ગાર્લિક બટર વડે ડ્રેસિંગ કરી લો.

  5. 5

    હવે તૈયાર કરેલ બ્રેડને ઓટીજી માં 25-30 મિનિટ માટે 180 ડિગ્રી પર બેક કરી લો.

  6. 6

    તો રેડી છે ગરમા ગરમ ડોમિનોઝ સ્ટાઈલ સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીક્સ......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
પર
Surat, Gujarat, India

Similar Recipes