સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (Stuffed Cheese Garlic Bread Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking

અહીં મેં Domino's style સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડની રેસીપી બતાવી છે. આ રેસિપી મે તન્વી છાયા મેમ પાસેથી ઝૂમ ક્લાસમાં શીખી હતી. તમે તેને જરૂરથી ટ્રાય કરજો.

સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (Stuffed Cheese Garlic Bread Recipe In Gujarati)

અહીં મેં Domino's style સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડની રેસીપી બતાવી છે. આ રેસિપી મે તન્વી છાયા મેમ પાસેથી ઝૂમ ક્લાસમાં શીખી હતી. તમે તેને જરૂરથી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કણક બાંધવા માટે
  2. ૨ કપમેંદો
  3. ૧/૪ કપહુંફાળું દૂધ
  4. ૧ ટી સ્પૂનડ્રાય યીસ્ટ
  5. ૧ ટી સ્પૂનખાંડ
  6. ૨ ટેબલ સ્પૂનતેલ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧ ટેબલ સ્પૂનક્રશ કરેલું લસણ
  9. ૧ ટેબલ સ્પૂનબટર
  10. ગાર્લિક બટર બનાવવા માટે
  11. ૫૦ ગ્રામ બટર
  12. ૪ ચમચીક્રશ કરેલું લસણ
  13. ૧/૨ ચમચીઓરેગાનો
  14. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  15. ૨ ચમચીલીલા ધાણા
  16. અન્ય સામગ્રી
  17. ૧/૨ કપછીણેલું પ્રોસેસ ચીઝ
  18. ૧/૨ કપછીણેલું મોઝરેલા ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ યીસ્ટ ને એક્ટિવ કરવા માટે એક બાઉલમાં હૂંફાળું દૂધ લઇ તેમાં ખાંડ તેમજ યીસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી દસ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપો.

  2. 2

    ત્યારબાદ એક પહોળા વાસણમાં મેંદો લઈ તેમાં બટર, ક્રશ કરેલું લસણ તેમજ તેલનું મોણ ઉમેરી યીસ્ટવાળા દૂધથી લોટ બાંધી લો જરૂર પડે તો થોડું પાણી ઉમેરો લોટને બરાબર કેળવી તેલથી ગ્રીસ કરી ઢાંકીને બે કલાક માટે રેસ્ટ આપો. ત્યારબાદ લોટને પંચ કરી તેમાંથી હવા કાઢી નાખી લોટ ના બે ભાગ કરો.

  3. 3

    હવે ગાર્લિક બટર ના બધા ઘટકો મિક્સ કરી ગાર્લિક બટર તૈયાર કરો.

  4. 4

    હવે લોટ નો એક ભાગ લઈ તેને ફ્લેટ સરફેસ ઉપર મૂકી મીડીયમ થીક વણી લો. તેના ઉપર ફોર્ક થી પ્રીક કરો. તેની ઉપર બનાવેલું બટર એપ્લાય કરો. હવે તેના અડધા ભાગ પર છીણેલું પ્રોસેસ તેમજ મોઝરેલા ચીઝ પાથરો ઉપરથી ઓરેગાનો તેમજ ચીલી ફ્લેક્સ ભભરાવીને 1/2 ફોલ્ડ કરી દો.સાઈડ ની કિનારી પર પાણી લગાવી બરાબર બંધ કરી દો. ઉપરથી ચપ્પાના મદદથી માર્ક મૂકો અને બનાવેલું ગાર્લિક બટર લગાવી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ sprinkle કરો.

  5. 5

    આ ગાર્લિક બ્રેડને ગ્રીસ કરેલી બેકિંગ ટ્રેમાં લો. તેને preheated ઓવનમા ૧૮૦ ડિગ્રી પર ૧૫ મિનિટ માટે બેક કરી લો. ત્યારબાદ તેને કટ કરી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes