કેરી-લસણ નું અથાણું(keri- lasan nu athanu recipe in gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

કેરી-લસણ નું અથાણું(keri- lasan nu athanu recipe in gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમીડીયમ અથાણાં ની કેરી
  2. 50 ગ્રામલસણ
  3. 1/2 ચમચીહળદર
  4. 2-3 ચમચીમીઠું
  5. 4-5ચમચીઅથાણાં નો મસાલો
  6. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી ને ધોઈ ને તેને સમારી લો.લસણ ની કળી પણ ફોલી લો.

  2. 2

    હવે બનને એક બાઉલ માં મિક્સ લઈ તેમાં હળદર અને મીઠું નાખી મિક્સ કરી 4-5 કલાક રહેવા દો.

  3. 3

    પછી તેને કાણાં વાળા વાસણ માં કાઢી તેનું પાણી નિતારી એક કપડાં પર 4-5 કલાક પંખા નીચે અથવા છાયા માં સુકવી દો.

  4. 4

    4-5 કલાક પછી તેને એક બાઉલમાં લઈ તેમાં જરૂર મુજબ અથાણાં નો મસાલો નાખી મિક્સ કરો.

  5. 5

    પછી તેમાં અથાણું ડૂબે તેટલું તેલ ગરમ કરી ઠંડુ થાય પછી નાખી દો.

  6. 6

    આપણું અથાણું તૈયાર છે 2-3 દિવસ પછી તેને ખાવામાં લો.

  7. 7

    નોંધ: કેરી સાથે પલાળેલા લસણ માંથી થોડા લસણ ને અધકચરું પીસી ને પણ નાખી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes