ચેવડો (Chivda recipe in Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#મોમ
#મે
#સમર
#ચોખા
મારી મમ્મી ચેવડો આજ જ રીતે બનાવતા હતાં તો આજે મેં પણ મારા ઘરના લોકો માટે બનાવ્યા.

ચેવડો (Chivda recipe in Gujarati)

#મોમ
#મે
#સમર
#ચોખા
મારી મમ્મી ચેવડો આજ જ રીતે બનાવતા હતાં તો આજે મેં પણ મારા ઘરના લોકો માટે બનાવ્યા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. --ચેવડો બનાવવા માટે---
  2. અડધી કોથરી મમરાની
  3. - વઘાર કરવા માટે---
  4. 3ચમચા તેલ
  5. સ્વાદમુજબ મીઠુ
  6. પા ચમચી હળદર
  7. પા ચમચી ધાણાજીરૂ
  8. પા ચમચી મેગી મસાલો
  9. - મકાઈના પૌવા---
  10. 300 ગ્રામમકાઈના પૌવા
  11. તળવા માટે તેલ
  12. સ્વાદ મુજબ મરચાની ભૂકી
  13. સ્વાદ મુજબ મીઠું
  14. - માંડવી ના બી ---
  15. 2ચમચા તેલ
  16. સ્વાદ મુજબ મીઠું
  17. સ્વાદ મુજબ મરચાની ભૂકી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મમરા ને મોટા તપેલામાં ધીમા ગેસ પર શેકી લો. પછી તેને એક કથરોટમાં ગાંધી અને વઘાર કરવા માટે ની તૈયારી કરો. પછી તે જ તપેલામાં તેલ, હળદર, મીઠું ગરમ થઈ જાય પછી તેમાં મમરા ઉમેરો. અને સરખી રીતે મિક્સ કરી લો જેથી મમરા કોરા ન રહે.

  2. 2

    મકાઈના પૌવા અને માંડવીના બી તળવા માટે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં થોડા થોડા માડવીના બી તળી લો.

  3. 3

    આ રીતે બટાકા બી તળી લો. પછી મકાઈના પૌવા અને પણ તળી લો. પછી મમરા, બી, મકાઈ ના પૌઆ, સેવ, મરચાની ભૂકી, સ્વાદ મુજબ મીઠું ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો.

  4. 4

    તો તૈયાર છે આપણા સૌનો ગુજરાતીઓ નો ચેવડો. જે ઓલટાઇમ ફેવરિટ હોય છે. ગમે ત્યારે ખાઈ શકાય છે. અને મોટી વાત એ કે એ નાના મોટા સૌને પ્રિય છે.

  5. 5

    તો મારી રેસીપી તમને કેવી લાગે તે મને જરૂરથી જણાવશો અને તમે પણ ટ્રાય કરજો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

ટિપ્પણીઓ

Similar Recipes