આઈસ્ક્રિમ (Ice cream recipe in gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#મોમ
#સમર

અત્યારે લોકડાઉન ને ઘણા મહિના થયા. અને સાથે સાથે ગરમી પણ સખત છે. ત્યારે મારી બેબી એ ડિમાન્ડ કરી મારે આઇસ્ક્રીમ ખાવો છે. તો આજે તેના માટે ice cream બનાવ્યો છે. આઇસ્ક્રીમ નાના-મોટા સૌને બધાની પસંદ હોય છે. આ એક એવી વસ્તુ છે જે મોઢામાં મુક્તા જ પાણી પાણી થઇ જાય છે. અને મોટા અને પેટને તરત ઠંડક મળે છે. અને વળી ઘરનો હોય એ ચોખ્ખું તો હોય જ. તો ચાલો જોઈએ તેની રેસિપી.......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામદૂધ
  2. 6 નંગકાજુ
  3. 1 ચમચીકસ્ટર પાવડર
  4. 5-6 ચમચીમલાઈ
  5. અન્ય સામગ્રીમાં--
  6. 4 ચમચીકસ્ટર પાવડર પલાડવા માટે દૂધ
  7. 4 ચમચીકાજુ પલાળવા માટે દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધમાં જરૂર મુજબ ખાંડ ઉમેરો. પછી બીજા થોડા દૂધમાં કાજુ લાખો

  2. 2

    પછી બીજી એક નાની વાટકીમાં કસ્ટર પાવડર ઉમેરી તેને મિક્સ કરી લો. પછી પછી બીજી એક વાટકીમાં થોડુંક દૂધ લઇ તેમાં કાજુ પલાળો.

  3. 3

    શાકર વાળું દૂધ ઠંડુ થાય પછી તેમાં કસ્ટર પાવડર વાળું દૂધ અને પલાળેલા કાજુ ઉમેરો. હૅન્ડમિક્સચર થી ક્રશ કરી લો. પછી તેને એક આવા પ્લાસ્ટિકના ડબ્બા મૂકી અને પાંચથી છ કલાક માટે મૂકો.

  4. 4

    પાંચથી છ કલાક પછી તેનો structure જામી ગયેલો હોય પછી તેમાં પાંચથી છ ચમચી મલાઈ ઉમેરો. અને હેડ મિક્સર ફેરવી લો.

  5. 5

    પછી ફરી પાછા 5 -6 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દો. ત્યારબાદ તેને સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરો.

  6. 6

    ડેકોરેશન માં ટુટીફુટી ઘરે બનાવેલી હતી તે મૂકી છે... 😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes