સેવન વન્ડર રોટીસ(seven wonder rotis Recipe In Gujarati)

#goldenapron3
Week૧૮
#રોટીસ
રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટ રોટલી બનાવવા માટે રોટલીના લોટમાં તેલનું મોણ અને પાણીથી લોટ બાંધી લો આ રીતે લૂવો લો ત્યારબાદ આખી રોટલી વણી તેના પર ચોકલેટ ખમણી અને ખાંડ મિક્સ કરી સ્ટફિંગ કરો અને પેક કરી ને તેને હળવા હાથે વણી લો ત્યારબાદ રોટલી લોઢી માં તેને બરાબર શેકી લો
- 2
ચોકલેટ રોટલી શેકાઈ જાય એટલે તેના પર બટર લગાવી સર્વ કરો ત્યારબાદ ફ્યુઝન પરાઠા બનાવવા માટે આ રીતે સામગ્રી તૈયાર કરો ઘઉં અને ચણાનો લોટ મિક્સ કરી તેમાં ચીલી ફ્લેક્સ ઓરે ગેમો,જીર્રૂ,ચપટી હિંગ,નિમક, તેલનું મોણ વધુ મિક્સ કરી લોટ બાંધો
- 3
આ રીતે પરોઠાનો લોટ બંધાઈ જાય ત્યારબાદ સ્ટફિંગ માટે એક લોયામાં બટર ગરમ મૂકો ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ લસણ ડુંગળી, ગાજર,કેપ્સીકમ, છીણેલી કાચી કેરી,નિમકબધું મિક્સ કરી સોતે કરો ત્યારબાદ તેમાં નાના પીસ પનીર ના અને બાફેલા નૂડલ્સ અને સોયા સૉસ મિક્સ કરો
- 4
ત્યારબાદ મિશ્રણમાં કિચન કિંગ પંજાબી મસાલો મિક્સ કરો ત્યારબાદ પરોઠાના લોટમાંથી નાના બે પરોઠા વણી અને એક પર સ્ટફિંગ નો મસાલો મૂકો અને બીજો ભાગ તેના પર કવર કરો સ્ટફિંગ નો મસાલો
- 5
હવે તે પરોઠાને હળવે હાથે વણી લો લોઢી માં તેલ મૂકી શેકી લો તો તૈયાર છે ચાઇનીઝ પંજાબી ટેસ્ટ વાળુ ફ્યુઝન પરોઠું
- 6
સ્ટફ બાજરા થેપલા માટે બાજરાના લોટમાં મરી, મીઠું અને ઘીનું મોણ નાખી લોટ બાંધો ત્યારબાદ સ્ટફિંગ માટેની સામગ્રી તૈયાર કરો
- 7
એક લોયામાં ઘી ગરમ મૂકી તેમાં ઝીણું સમારેલું લસણ,ડુંગળી,ગાજર,આદુ,મરચા અને લસણની ચટણી નાખી સોતે કરો તેમા ટેસ્ટ મુજબ નિમક અને મરી મિક્સ કરી હલાવી લો ત્યારબાદ મિશ્રણ ઠંડુ પડે એટલે બાંધેલા લોટમાંથી મિડીયમ સાઈઝ નું થેપલુ વણી તેમાં સ્ટફિંગ ભરી હળવા હાથે વણો
- 8
ત્યારબાદ વણેલા થેપલા ને લોઢી પર તેલ મૂકી શેકી લો તો તૈયાર છે બાજરા નુ સ્ટફ થેપલુ ત્યારબાદ ગોળવાળી રોસ્ટેડ ભાખરી માટે સામગ્રી તૈયાર ઘઉંના લોટમાં દહી અને ગોળનું પાણી તેમજ ઘી નુ મોણ નાખી લોટ બાધો
- 9
લોટ માથી થોડુ ઝાડુ મિડીયમ સાઈઝ નની ભાખરી વણી ઘી થી લોઢી પર ઘીમા તાપે શેકી લો તો તૈયાર છે રોસ્ટેડ ભાખરી આને ધી મા શેકી છે એટલા માટે તેનું નામ રોસ્ટેડભાખરી રાખ્યું છે
- 10
જીંજર ગાર્લિક નાન બનાવવા માટે લોટમાં ઝીણુ સમારેલું લસણ,છીણેલું આદુ,બેકિંગ પાઉડર,ખાંડ, નિમક,દહીં,અજમા મિકસ કરી ગરમ પાણી થી લોટ બાંધો ને ૪ થી ૫ કલાક માટે ઢાંકી ને રાખો
- 11
નાન બનાવતી વખતે લોટ જરા કૂણવી તેમની મનપસંદ આકારમાં નાન વણો ત્યારબાદ પાણી લગાવી લોઢી માં નાખી તેને ઉલટાવી અને શેકો તૈયાર છે જીંજર ગાર્લિક નાન
- 12
મિકસ હબ્સ ચીઝ પરાઠા બનાવવા માટે ઘઉંના લોટમાં ચણાનો લોટ,મરી પાઉડર,ચીલી ફ્લેક્સ ઓરેગાનો,જીરુ, નિમક અને બટર નાખી લોટ બાંધો ત્યારબાદ એક લૂઓ લઈ એક પરોઠુ વણો ત્યારબાદ તેના પર ચીઝ છીણીને નાખો તેના પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો અને મરી પાવડર છાંટવું
- 13
ત્યારબાદ તેના પર બીજું પરોઠુ વણી અને ઊલટો મૂકી હળવા હાથે વણી લોઢી પર બટર થી શેકી લેવું તો તૈયાર છે પરોઠુ
- 14
આલુ મેથી સ્ટફ થેપલુ બનાવવા માટે ઘઉંના લોટમાં હળદર,ધાણાજીરું, મરચું, નિમક,મેથી તેમજ તેલનું મોણ નાખી લોટ બાંઘો ત્યારબાદ સ્ટફિંગ માટે બાફેલા બટેટાની છૂંદી તેમાં આદુ,મરચાની પેસ્ટ,લાલ મરચા પાઉડર,ખાંડ, લીંબુ નિમક,ગરમ મસાલો,કોથમીર નાખી મિક્સ કરો
- 15
મસાલો બની જાય ત્યારબાદ બાંધેલા લોટમાંથી લૂઓ લઈ પુરી જેવું વણી તેમાં આ સ્ટફિંગ ભરી હળવા હાથે વણો અને લોઢી પર તેલ મૂકી શેકી લો
- 16
તો તૈયાર છે આલુ મેથી સ્ટફ થેપલુ આ રીતે સાત જાતના અલગ અલગ ટેસ્ટી રોટલી,પરોઠા નાન, ભાખરી,થેપલા બનાવ્યા છે જેથી તેને સેવન વન્ડર નામ આપ્યું છે આપ પ્લેટ ને ચટણી સોસ અને દહીં સાથે સર્વ કરો બધી વસ્તુઓ એટલી ટેસ્ટી છે કે તેમાં કોઈ શાક ની જરૂરિયાત નથી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પનીર પીઝા પરાઠા (Paneer Pizza Paratha Recipe in Gujarati)
#રોટીસઆ પનીર પીઝા પરાઠા તમે ચીઝ ન હોય તો પણ બનાવી શકો છો અથવા ઓછા ચીઝ માં પણ. મારી પાસે ૧ જ ચીઝ ક્યુબ હતી એટલે મેં એ યુઝ કરી છે. અને પરાઠા ફક્ત ઘઉં ના લોટ માંથી જ બનાવ્યા છે કણક માં મેંદો યુઝ નથી કર્યો. Sachi Sanket Naik -
-
સરગવા ના પાન ના પરાઠા (Sargva leaves paratha recipe in gujarati)
#goldenapron3 week૧૮ #રોટીસ Prafulla Tanna -
લચ્છા પરાઠા (lachha paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#rotiPost2 Varsha Karia I M Crazy About Cooking -
ઓનીયન ચીલી પરાઠા (Onion Chilli Paratha recipe in gujarati)
#goldenapron૩ week૧૮ #રોટીસ Prafulla Tanna -
-
-
-
-
યુનિક પરાઠા(unique Paratha in Gujarati recipe)
#રોટીસ#goldenapron3week18 સેઝવાન સૌસ ચીલી Gargi Trivedi -
-
-
-
-
-
-
-
-
પનીર પરાઠા (Paneer Paratha recipe in Gujarati)
#GA4#Week6#પનીર (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી રેસિપી પનીર પરાઠા જે ને સ્ટફ કરી બનાવ્યા છે ખુબ જ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Mayuri Unadkat -
-
-
ચિલી ગાર્લિક ઈન્સ્ટન્ટ રવા ઢોસા(chili garlic instant rava dosa in gujarati recipe)
#goldenapron3Week21# સ્નેક્સરવો ખાવામાં ખૂબ જ હળવો તેમજ પાચનમાં પણ ઝડપથી પાચન થઈ જાય છે તેથી તમે તેની કોઈ પણ આઈટમ બનાવી ને snakes માં લઈ શકો છો મેં અહીં રવાના ઇન્સ્ટન્ટ ઢોસા બનાવ્યા છે તે ફક્ત ૫ થી ૭ મિનિટમાં બની જાય છે તેના નાના-મોટા સૌને પસંદ પડશે તમે આમાં તમારી ઈચ્છા અનુસાર વેજીટેબલ પણ એડ કરી શકો છો parita ganatra -
-
More Recipes
ટિપ્પણીઓ (6)