તવા પુલાવ (tava pulav recipe in gujarati)

Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
અંજાર

#સિઝલર_પાવભાજી_પુલાવ

ફરી એકવાર એક સૌની ફેવરિટ હોટેલ સ્ટાઈલ તવા પુલાવની રેસીપી લાવી છું એક વાર બનાવશો તો વારે વારે બનાવશો એની ગેરેંટી મારી, બાળકોને વડીલો બધાને પસંદ આવશે, બાળકો જો શાકના ખાતા હોય તો આ પુલાવ બેસ્ટ ઓપ્શન છે શાક ખવડાવવાનો તો ચાલો નોંધી લો સામગ્રી

તવા પુલાવ (tava pulav recipe in gujarati)

#સિઝલર_પાવભાજી_પુલાવ

ફરી એકવાર એક સૌની ફેવરિટ હોટેલ સ્ટાઈલ તવા પુલાવની રેસીપી લાવી છું એક વાર બનાવશો તો વારે વારે બનાવશો એની ગેરેંટી મારી, બાળકોને વડીલો બધાને પસંદ આવશે, બાળકો જો શાકના ખાતા હોય તો આ પુલાવ બેસ્ટ ઓપ્શન છે શાક ખવડાવવાનો તો ચાલો નોંધી લો સામગ્રી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 3-કપ બાસમતી ચોખા (જુના),
  2. 1-કપ બટાકા,
  3. 1-કપ કેપ્સીકમ,
  4. 1-કપ ગાજર,
  5. 1- કપ વટાણા,
  6. 1-કપ કાંદા,
  7. 1-કપ ટામેટા
  8. ટેબલસ્પૂનએવરેસ્ટ પાવભાજી નો મસાલો અેક
  9. એવરેસ્ટ ગરમ મસાલો એક ટેબલ્સપુન
  10. 1 ટેબલસ્પૂનલાલ મરચાંનો પાઉડર
  11. ટીસ્પૂનહળદર અડધી
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. હિંગ 1/4ટી સ્પુન
  14. 1-ટેબલસ્પુન જીરૂ
  15. 3-4 નંગલવિંગ
  16. 3-4 ટુકડાતજ
  17. 3-4 નંગતમાલ પત્ર
  18. 3-4એલચી
  19. 1 ટેબલસ્પૂનજેટલી કસુરી મેથી
  20. 3-4 ટેબલસ્પૂનબટર અથવા બટર
  21. 1 ટેબલસ્પૂનલીંબુનો રસ
  22. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા ને ધોઈ ને અડધો કલાક સુધી પલાળી દો, ત્યારબાદ તેને થોડું મીઠું નાખીને છુટા રાંધી લો મે તેના સાથે વટાણા પણ રાંધી લીધા છે, યાદ રાખો કે ચોખા વધારે બફાય ના જાય, થોડા કડક હોય ત્યારે તેને ઓસાવી લો અને ઠંડા થવા દો,ઉપર જણાવ્યા મુજબના મસાલા રેડી રાખવા.

  2. 2

    ત્યાર બાદ એક મોટી કડાઈ મા બટર અથવા ઘી અને તેલ મિક્સ કરી ને ગરમ થાય એટલે તેમાં જીરૂ, તજ લવિંગ, એલચી અને તમાલ પત્ર નાખી સાંતળો ત્યાર બાદ તેમાં કાંદા સાંતળો 2મીનીટ પછી તેમા બાકી ના શાક ઉમેરો થોડી વાર ધીમા તાપે સીઝવા દો,

  3. 3

    હવે તેમાં બધા મસાલા અને કસુરી મેથી અને સ્વાદ અનુસાર મીઠું નાખીને તેને બરાબર મિક્સ કરી લો મસાલા ને 2-3 મિનિટ સુધી સાંતળી તુરંત તેમા ટામેટાં નાખી અને 1મિનીટ સુધી જ હલાવવુ.

  4. 4

    હવે તેમાં રાંધેલો ભાત ભેળવવો અને હળવા હાથે મિક્સ કરીને ને તેમા લીંબુનો રસ નિચોવી ઉપર કોથમીર થી ગાર્નિસિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
પર
અંજાર

ટિપ્પણીઓ

Similar Recipes