મેંગો ટ્રાઇફલ પુડિંગ(Mango Truffle Pudding Recipe in Gujarati)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

7 કલાક
3 વ્યકતી માટે
  1. 2 કપમેંગો પલ્પ
  2. 4 કપમિલ્ક (ચોકો કસ્ટર્ડ પુડીંગ માટે)
  3. 8 ચમચીખાંડ
  4. 2 ચમચીકસ્ટર્ડ પાઉડર
  5. 3 ચમચીચોકો પાઉડર
  6. 4 કપમિલ્ક (મેંગો કસ્ટર્ડ પુડીંગ માટે)
  7. 8 ચમચીખાંડ
  8. 2 ચમચીકસ્ટર્ડ પાઉડર
  9. 1/2 કપમિલ્ક માવો
  10. 1 કપમેંગો પલ્પ
  11. 1 ચમચીરોઝ વોટર
  12. 4 કપમિલ્ક (સેમોલીના પુડીંગ માટે)
  13. 8 ચમચીખાંડ
  14. 1 કપસેમોલીના
  15. 1 ચમચીરોઝ વોટર
  16. 1 કપરોસ્ટેડ આલમોડ આઈસ્ક્રીમ
  17. 6 ચમચીબદામની કતરણ
  18. 6 ચમચીટોપરાનું છીણ

રાંધવાની સૂચનાઓ

7 કલાક
  1. 1

    મેંગોની છાલ ઉતારી ચોપ કરી મેંગો પલ્પ તૈયાર કરી લો.

  2. 2

    ચોકો કસ્ટર્ડ પુડીંગ માટે એક પેનમાં 3 કપ મિલ્ક ગરમ કરી તેમાં ખાંડ નાખો.હવે એક બાઉલમાં અલગથી 1 કપ મિલ્ક લઈ તેમાં 2 ચમચી કસ્ટર્ડ પાઉડર ઓગાળી તેને ઉકળી રહેલ ખાંડ વાળા મિલ્કમાં નાખો અને હલાવો.પછી તેમાં 3 ચમચી ચોકો પાઉડર એડ કરો અને 8-10 ડાઈજેસ્ટીવ કૂકીઝ એડ કરો.અને તેને ઠંડુ કરી લો.

  3. 3

    મેંગો કસ્ટર્ડ પુડીંગ માટે એક પેનમાં 3 કપ મિલ્ક ગરમ કરી તેમાં ખાંડ નાખો.હવે એક બાઉલમાં અલગથી 1 કપ મિલ્ક લઈ તેમાં 2 ચમચી કસ્ટર્ડ પાઉડર ઓગાળી તેને ઉકળી રહેલ ખાંડ વાળા મિલ્કમાં નાખો અને હલાવો.હવે તેમાં 1/2 કપ મિલ્ક માવો એડ કરી હલાવી ઠંડુ થવા દો. પછી તેમાં 1 કપ મેંગો પલ્પ અને 1 ચમચી રોઝ વોટર એડ કરો પછી તેને હલાવી ઠંડુ કરી લો.

  4. 4

    સેમોલીના પુડીંગ માટે એક પેનમાં 4 કપ મિલ્ક ગરમ કરી તેમાં ખાંડ નાખો.હવે તેમાં 1 કપ સેમોલીના નાખો અને હલાવો અને ઠંડુ થવા દો. પછી તેમાં 1 ચમચી રોઝ વોટર એડ કરો પછી તેને હલાવી ઠંડુ કરી લો.

  5. 5

    હવે મેંગો ટ્રાઇફલ પુડિંગ રેડી કરવા ટ્રાઇફલ પ્લેટ તૈયાર કરી લો.તેમાં પહેલું લેયર ચોકો કસ્ટર્ડ પુડીંગનું કરો અને તેને 2 કલાક માટે ફ્રીઝરમાં ઠંડુ કરી લો.

  6. 6

    હવે ચોકો કસ્ટર્ડ પુડીંગ ફ્રીઝરમાં સેટ થાય એટલે તેના પર બીજુ લેયર મેંગો કસ્ટર્ડ પુડીંગનું કરો અને તેને 2 કલાક માટે ફ્રીઝરમાં ઠંડુ કરી લો.

  7. 7

    હવે મેંગો કસ્ટર્ડ પુડીંગ ફ્રીઝરમાં સેટ થાય એટલે તેના પર સેમોલીના પુડીંગનું કરો અને તેને 2 કલાક માટે ફ્રીઝરમાં ઠંડુ કરી લો.

  8. 8

    બધા લેયર સેટ થાય પછી મેંગો ટ્રાઇફલ પુડિંગની પ્લેટમાં સેન્ટરમાં રોસ્ટેડ આલમોડ આઈસ્ક્રીમ મુકો.

  9. 9

    હવે મેંગો ટ્રાઇફલ પુડિંગને મેંગો પલ્પ,બદામની કતરણ અને ટોપરાના છીણથી ગાર્નીશ કરીને ચીલ ચીલ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Patel
Bhumi Patel @cook_23057006
પર

Similar Recipes