થ્રિ લેયરેડ મેંગો કસ્ટર્ડ પુડિંગ (Three Layered Mango Custard Pudding recipe in gujarati)

Vibha Upadhyay
Vibha Upadhyay @cook_22144453

# goldenapron3
#week 18

થ્રિ લેયરેડ મેંગો કસ્ટર્ડ પુડિંગ (Three Layered Mango Custard Pudding recipe in gujarati)

# goldenapron3
#week 18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપદૂધ
  2. ૧ ચમચીકસ્ટર્ડ પાવડર
  3. પેકેટ સાદી બિસ્કિટ
  4. ૨ વાટકીમેંગો પલ્પ
  5. ૧/૨ વાટકીકેસર કેરી ના ટુકડા
  6. ૧/૨ વાટકીબદામ પિસ્તા સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધ ને ગરમ કરવા મૂકો. બાજુમાં ૧ વાટકી લઈ તેમાં થોડું ઠંડુ દૂધ લઈ ૧ ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરી તેને મિક્સ કરો. ત્યારબાદ દૂધ ગરમ થઇ જાય એટલે તેમાં ૨ ચમચી ખાંડ ઉમેરો તેમજ કસ્ટર્ડ પાવડરવારુ દૂધ પણ ઉમેરો. ધીમા તાપે તે દૂધ ગરમ કરો અને હલાવતા રહો ૫ થી૭ મિનિટ માટે તે દૂધ ગેસ પર રહેવા દો. ત્યાર પછી તે મિશ્રણ ઠંડું પડવા દો.

  2. 2

    આ મિશ્રણ ને એક બાઉલમાં કાઢી ઉપર એક પ્લાસ્ટિક લગાવી તેને ફ્રીઝર માં થોડી વાર માટે મૂકી દો.

  3. 3

    ત્યારબાદ મેંગો ને મિક્સરમાં ક્રશ કરી મેંગો પલ્પ તૈયાર કરો. બિસ્કિટ નો પાવડર કરી લો. થોડા મેંગો ના ટુકડા કરી લો.

  4. 4

    હવે એક કાંચ નો ગ્લાસ લઈ તેમાં પહેલા બિસ્કિટ નું લેયર કરો તેની ઉપર કસ્ટર્ડ પાવડર વારુ દૂધ નું લેયર કરો અને તેની ઉપર મેંગો પલ્પ નું લેયર કરો. આ રીતે પાછું લેયર રિપિટ કરો. લેયર રિપીટ થઇ ગયા બાદ સૌથી ઉપર કસ્ટર્ડ વારુ લેયર કરી તેમાં મેંગો તેમજ બદામ પિસ્તા થી ગાર્નિશ કરો. તેને થોડી વાર માટે ફ્રીઝ માં રાખી તેનો આનંદ લ્યો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Upadhyay
Vibha Upadhyay @cook_22144453
પર

ટિપ્પણીઓ

Similar Recipes