લીલો ચેવડો(lilo chevdo recipe in Gujarati)

Megha Desai
Megha Desai @cook_19228128
Vadodara

#આલુ
આજે આપણે વડોદરા નો ફેમસ લીલો ચેવડો બનાવીશું આ ચેવડા માથી તમે ચણાની દાળ તથા ઉપવાસમાં ન લેતા હોય એવા ઘટકો નહીં ઉમેરો તો આ ચેવડો ઉપવાસ માટે પણ બેસ્ટ છે..

લીલો ચેવડો(lilo chevdo recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#આલુ
આજે આપણે વડોદરા નો ફેમસ લીલો ચેવડો બનાવીશું આ ચેવડા માથી તમે ચણાની દાળ તથા ઉપવાસમાં ન લેતા હોય એવા ઘટકો નહીં ઉમેરો તો આ ચેવડો ઉપવાસ માટે પણ બેસ્ટ છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 5 નંગમધ્યમ બટાકા
  2. ૧ ટેબલ સ્પૂનચણાની દાળ
  3. 1 ટેબલ સ્પૂનતલ
  4. અડધી વાટકી સીંગદાણા
  5. 1/2ટન સ્પૂન વરિયાળી
  6. ૨-૩ લીલા મરચા
  7. ૨ ટેબલસ્પૂનકાજુ
  8. મીઠો લીમડો ૭થી ૮ પાન
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 2 ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  11. તેલ તળવા માટે +1 ટે સ્પુન

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    બટાટાને ધોઈને છોલી લો. તેને છીણીથી છીણી લો. હવે એ છીણને ૨ થી ૩ પાણીથી ધોઈને ચાળણીમાં લઈ બધું પાણી નિતારી લો.પાણી નીતરી જાય પછી એક કોટનના કપડામાં છીણને પહોળું કરીને સુકવી લો.છીણને ઘરમાં જ સૂકવવાનું છે ધ્યાન રાખવું કે છીણને એક કલાકથી વધારે ન રાખવો જોઈએ નહીં તો ચેવડો કડક થશે. ચણાની દાળને ધોઈને દોઢથી બે કલાક પાણીમાં પલાળી રાખો પલાળેલી દાળને છીણ સાથે કોટનના કપડામાં મૂકી કોરી કરી લો

  2. 2

    તેલ ગરમ કરી છીણને તળી લો છીણને મધ્યમ તાપ ઉપર જ તળવું આ ચેવડા ને તળાતા થોડીક વધારે વાર લાગશે છીણ આછા ગુલાબી કલરનો થાય ત્યાં સુધી તળવી.

  3. 3

    બધુ છીન તળાઈ ગયા પછી એ જ તેલમાં કોરી કરેલી ચણાની દાળ તળી લો ત્યારબાદ એ જ તેલમાં સીંગદાણા પણ તળી ચેવડા માં મિક્સ કરી લો હવે તેમાં કાજુના ટુકડા ઉમેરી આછા ગુલાબી રંગના તળી લો હવે એક વઘારીયામાં 1 ટેબલ સ્પૂન તેલ લઇ તેલ ગરમ થાય એટલે તેમાં તલ વરિયાળી લીલા મરચાં તથા મીઠા લીમડાના પાન નાખીને મરચા કડક થાય ત્યાં સુધી શેકાવા દો આ વઘારને પણ ચેવડા માં મિક્સ કરી ઉપરથી મીઠું તથા દળેલી ખાંડ ઉમેરો જરૂર પડે તો ઉપરથી લાલ મરચું ઉમેરી શકાય હવે આ બધું સરસ મિક્સ કરી એરટાઈટ કન્ટેનરમાં ભરી લો તૈયાર છે ડીલીસીયસ લીલો ચેવડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Desai
Megha Desai @cook_19228128
પર
Vadodara

Similar Recipes