સમોસા (samosa recipe in gujarati)

Aarti Kakkad
Aarti Kakkad @Aartikakkad31
Bhavnagar Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
4 સર્વિંગ્સ
  1. 400 ગ્રામમેંદો
  2. ૧ ચમચીઅજમો
  3. ઘી જરૂર મુજબ
  4. નમક સ્વાદ અનુસાર
  5. પાણી જરૂર મુજબ
  6. પુરણ બનાવવા માટે
  7. 6-7 નંગબટાકા
  8. ૫ ચમચીવટાણા
  9. 3 નંગલીલાં મરચાં
  10. નાનો ટુકડો આદુ
  11. ૧/૨ ચમચીફુદીનાનો પાઉડર
  12. ૧/૨ ચમચીગરમ મસાલો
  13. ૧/૨ ચમચીલાલ મરચું
  14. ૧/૨ ચમચીહળદર
  15. ૧ ચપટીહિંગ
  16. ૧/૨ ચમચીજીરૂ
  17. નમક સ્વાદ અનુસાર
  18. કોથમીર
  19. તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ બધી જ સામગ્રી તૈયાર કરો.. હવે બટાકા ને બાફી લો અને કોથમીર અને મરચા સમારી લેવા..

  2. 2

    હવેએક જારમાં કોથમીર, મરચા અને આદુ લઇ તેને ક્રશ કરી લો.. બટાકા બાફીને છોલી લો..

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું મુકી તૈયાર કરેલ કોથમીર અને મરચા ની પેસ્ટ ઉમેરવી

  4. 4

    હવે તેમાં વટાણા ઉમેરો. પછી તેમાં બધાં મસાલા ઉમેરો અને મિક્સ કરી લો તેને ૨-૩ મિનિટ સાંતળી લો

  5. 5

    હવે મેશ કરેલા બટાકા ઉમેરો અને કોથમીર ઉમેરીને મિક્સ કરી લો

  6. 6

    હવે મેંદા નો લોટ લઇ તેમાં નમક અને આજમાં ઉમેરો હવે તેમાં ઘી ઉમેરીને મિક્સ કરી લો.. હવે જરૂર મુજબ પાણી લઈ લોટ બાંધી લો..

  7. 7

    હવે તેમાંથી લુઆ પાડી લો..આને લંબગોળાકાર વણી લો.. તેને વચ્ચે થી કટ કરી લો..

  8. 8

    હવે તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરો અને સમોસા વાળી લો.. તેને મિડિયમ તાપે તળી લો..

  9. 9

    તો તૈયાર છે આપણા ગરમા ગરમ ટેસ્ટી સમોસા....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aarti Kakkad
Aarti Kakkad @Aartikakkad31
પર
Bhavnagar Gujarat

Similar Recipes