લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)

#LCM
આ લીલો ચેવડો બરોડા નાં જાણીતા જગદીશ ફરસાણ વાળા નો ખુબ જ પ્રખ્યાત છે અને તેની બ્રાન્ચ તો મોટે ભાગે દરેક સિટી માં હોય છે અને મારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે અને એકદમ ક્રિસ્પી લાગે છે.
લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)
#LCM
આ લીલો ચેવડો બરોડા નાં જાણીતા જગદીશ ફરસાણ વાળા નો ખુબ જ પ્રખ્યાત છે અને તેની બ્રાન્ચ તો મોટે ભાગે દરેક સિટી માં હોય છે અને મારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે અને એકદમ ક્રિસ્પી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી રેડી કરી દો. ત્યાર બાદ ચણા ની દાળ ને સ્વચ્છ પાણી માં 2-3 વખત ધોઈ ને એમાં ગરમ પાણી અને બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરી ને ઢાંકી ને 4 થી 5 કલાક પલાળી રાખો અને હવે તેમાંથી બધું પાણી નીતારી લઈ તેને કોટન કાપડ પર પાથરી પંખા નીચે 10-15 મિનિટ માટે ડ્રાય કરી લો.
- 2
હવે બટાકા ની છાલ ઉતારી પાણી માં રાખો જેથી એ કાળા ના પડે. હવે આ બટાકા ને કટ કરી વેફર પાડવાના મશીન થી ઉભી બટાકા ની ચીપ મૂકી એની કતરણ પાડી લો ને પાણી મા ઉમેરતા જાવ અને પાણી માં થોડું મીઠું નાખો જેથી બટાકા ની કતરણ કાળી ના પડે. આ કતરણ ને બે થી ત્રણ વખત ચોખ્ખા પાણી માં ધોઈ ને કોટન કપડા પર પાથરી 10 થી 15 મિનિટ માટે કોરી કરી લો.
- 3
ત્યાર બાદ એક નોન સ્ટિક પેન માં મીડીયમ ગેસ ની આંચ પર તેલ ગરમ કરી તેમાં બનાવેલ બટાકા ની કાતરી ને થોડી થોડી તેલ મા ઉમેરી ચપ્પુ કે સ્ટીક થી બધી કાતરી હલાવી છુટ્ટી કરી લેવી. હવે આ બટાકા ની કાતરી ને ઝારા થી થોડું ઉપર નીચે કરતા રહી તેની ઉપરથી મીઠું વાળું પાણી 2 ચમચી ઉમેરી દો અને કાતરી ને ક્રિસ્પી તળી લો..(પરંતુ બટાકા ની કાતરી નો કલર ગોલ્ડન નાં રહેવો જોઈએ તેને સફેદ કલર ની તળી દો.) બધી બટાકા ની કાતરી ને કાણા વાળા વાસણ માં કાઢી લો જેથી તેલ બધું નીતરી જાય.
- 4
હવે આજ તેલ માં ચણા ની દાળ ઉમેરી ચમચી થી હલાવતા જઈને એકદમ ક્રિસ્પી તળી લો. ને બટાકા ની કાતરી માં ઉમેરી લો.અને કાજુ, દ્રાક્ષ પણ તળી લો.
- 5
હવે ચેવડા નો વઘાર કરવા માટે એક પેન માં તેલ ગરમ કરી એમાં સફેદ તલ, લીલા મરચા, મીઠા લીમડા ના પાન અને હળદર પાઉડર ઉમેરી તેમાં થોડું પાણી ઉમેરી ને એક ઉભરો આવે એટલે એમાં ખાંડ ઉમેરી મિક્સ કરી એક તાર ની ચાસણી તૈયાર થાય ત્યાં સુધી કૂક કરી દો.
- 6
હવે આ વઘાર ને ચેવડા માં ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આ લીલા ચેવડા ને એર ટાઇટ જાર માં ભરી સ્ટોર કરી લો. આ લીલો ચેવડો બહાર 4 થી 5 દિવસ સ્ટોર કરી શકાય છે અને ફ્રીઝ મા 10 થી 15 દિવસ સ્ટોર કરી શકાય છે.આ ચેવડો ખુબ જ ટેસ્ટી લાગે છે.
- 7
હવે આપણો બરોડા નો સ્પેશ્યલ લીલો ચેવડો તૈયાર છે તેને સર્વ કરવા માટે આ ચેવડા ને એક ડીશ માં લઇ તેમાં તળેલા કાજુ અને તળેલા દ્રાક્ષ થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)
#LCMલીલો ચેવડો એ વડોદરાની પ્રખ્યાત રેસીપી છે. જગદીશ લીલો ચેવડો માત્ર વડોદરામાં જ માણવામાં આવતો નથી પરંતુ અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં તેનો આનંદ લેવામાં આવે છે. આ જગદીશ લીલો ચેવડો રેસીપી બનાવવા માટે ખૂબ જ સરળ છે. વડોદરા લીલો ચેવડો તળેલી ચણાની દાળ અને બટાકાની સાથે તૈયાર કરવામાં આવે છે. વડોદરાની આ લીલો ચેવડો રેસીપી ગુજરાતી ચેવડો રેસીપી અજમાવી જ જોઈએ.લોકો વડોદરાથી આવતા પોતાના ઓળખીતા પાસે કંઈ નહીં પણ આ ચેવડો ખાસ મંગાવે છે ત્યારે આ વખતે તમે ઘરે જ બનાવી લો આ પ્રખ્યાત આઇટમ અને પછી જુઓ બધા કેવા વખાણ કરતા ખાય છે. તો આ વડોદરા ફૂડ રેસિપી અજમાવો અને અમને કોમેન્ટ બોક્સમાં સ્વાદ વિશે જણાવો. Smruti Rana -
લીલો ચેવડો (Vadodara's Famous Lilo Chevdo Recipe in Gujarati)
#CT#cookpadindia#cookpadguj#મારા સિટી વડોદરા ના જગદીશ ફરસાણ વાળા નો ફેમસ લીલો ચેવડો... આ લીલો ચેવડો એ વડોદરા શહેર નો ખૂબ જ પ્રખ્યાત અને જાણીતા એવા જગદીશ ફરસાણ વાળા નો છે. જે ફક્ત વડોદરા મા જ નઈ પરંતુ બહાર વિદેશ માં પણ એટલો જ પ્રખ્યાત છે. આ ચેવડા ની બહાર વિદેશ માં એટલી ડિમાન્ડ છે કે ત્યાં પણ આ ચેવડો export થાય છે. હું તો આ લીલો ચેવડો નાનપણ થી જ ખાતી આવું છું. હું જામનગર રહેતી તો ત્યાં પણ આ વડોદરા ના લીલા ચેવડા ની ડિમાન્ડ ખૂબ જ થતી. તો હું જ્યારે વડોદરા આવું ત્યારે આ લીલો ચેવડો જામનગર મારા કાઠિયાવાડી આડોશી પાડોશી માટે લઈ જતી. આ લીલો ચેવડો એ ખાંડ ની ચાસણી માં બનાવવામાં આવે છે. પરંતુ તે છતાં પણ આ ચેવડો બહારથી ભીનો અને સોફ્ટ હોય છે.. પરંતુ ખાવામાં એકદમ ક્રન્ચી લાગે છે. તમે પણ જ્યારે વડોદરા આવો ત્યારે એકવાર જગદીશ ફરસાણ વાળા ની મુલાકાત અવશ્ય લેજો ને ત્યાંનો આ લીલો ચેવડો અવશ્ય ટ્રાય કરજો. Daxa Parmar -
લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)
#LCMલીલો ચેવડો એ બરોડાનો પ્રખ્યાત ચેવડો છે જે સુકો લીલો ચેવડો અને લીલો ચેવડો એમ બે પ્રકારનો બજારમાં મળે છે sonal hitesh panchal -
વડોદરા નો સૌથી પ્રખ્યાત લીલો ચેવડો (Vadodara Famous Lilo Chevado Recipe In Gujarati)
#CTવડોદરા ની સૌથી પ્રખ્યાત વાનગી એટલે લીલો ચેવડો.કોઈને પણ કહીએ કે અમારે ત્યાં લીલો ચેવડો પ્રખ્યાત છે એટલે એ તરત જ કહી દેશે કે તમે વડોદરા થી છો ને. કેમ કે કોઈ વડોદરા આવ્યુ હોય અને લીલો ચેવડો ના ચાખ્યો હોય એવું બને જ નહી.વડોદરા માં જગદીશ નો લીલો ચેવડો ખૂબ જ પ્રખ્યાત છે.કોઈ સગા-સંબંધી વડોદરા આવતાં હોય તો જગદીશ નો લીલો ચેવડો તો મંગાવે જ.દિવાળી નાં તહેવાર માં તો તેમની દુકાને ખૂબ જ ભીડ જોવા મળે છે.તો હું પણ અહીં તેવા જ ટેસ્ટી લીલા ચેવડા ની રેસીપી તમારી સાથે શેર કરુ છું. Dimple prajapati -
લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)
#MBR1#week1 વડોદરા નો લીલો ચેવડો ખુબ જ ફેમસ છે.જે ઘરે પણ સરળતા થી બનાવી શકાય છે. Varsha Dave -
લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)
#LCM#CookpadIndia#CookpadIndiaGujarati(Lilo Chevdo - Vadodara's famous - recipe in Gujara)આ એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે ગુજરાત રાજ્ય ના વડોદરા શહેર ની. Krupa Kapadia Shah -
-
લીલો ચેવડો(lilo chevdo recipe in Gujarati)
#આલુ આજે આપણે વડોદરા નો ફેમસ લીલો ચેવડો બનાવીશું આ ચેવડા માથી તમે ચણાની દાળ તથા ઉપવાસમાં ન લેતા હોય એવા ઘટકો નહીં ઉમેરો તો આ ચેવડો ઉપવાસ માટે પણ બેસ્ટ છે.. Megha Desai -
લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)
વડોદરા ગુજરાત નો પ્રખ્યાત લીલો ચેવડો આજ મેં બનવ્યો..... Harsha Gohil -
ફરાળી ડ્રાયફ્રુટ લીલો ચેવડો(farali dryfruit lilo chevdo recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળીફ્રેન્ડસ, આમ તો ઘણી બઘી વાનગી ઓ ફરાળ માં બનવા લાગી છે એવી જ રીતે ફરાળી નાસ્તા માં પણ વેરાયટી જોવા મળે છે. તો મેં અહીં પ્રખ્યાત બરોડા ને જે લીલોચેવડો આવે છે એ જ રીતે પરફેક્ટ મોઈશ્વર અને ટેકશ્વચર વાળો ફરાળી લીલો ચેવડો બનાવેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
વડોદરા પ્રખ્યાત લીલો ચેવડો (Vadodara Famous Lilo Chevado Recipe In Gujarati)
#CTવડોદરા નો લીલો ચેવડો ખૂબ જ પ્રખ્યાત છે ભાખરવડી તેમજ સૂકો ચેવડો ચટણી બધું જ વડોદરા નું ખૂબ વખણાય છે Bhavna C. Desai -
-
-
મકાઈ ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)
#GA4#Week9#fried#dryfruits#મકાઈ#પોહા#પૌંવા#ચેવડોમકાઈ પૌંવા નો ચેવડો એક ગુજરાતી નાશ્તો છે. તે બનાવવા માં ખૂબ જ સરળ છે. રસોઈ ના આવડતી હોઈ તેઓ પણ આને સહેલાઇ થી બનાવી શકે છે. તેમાં ખાંડ, સૂકી દ્રાક્ષ તથા ટૂટ્ટી-ફ્રૂટી ની મીઠાશ સાથે લાલ-લીલાં મરચાં ની તીખાશ અને મીઠા ની ખારાશ નો અનેરો સંગમ હોવાથી તે એકદમ ચટપટો લાગે છે. મારા ઘર માં તો આ ચેવડો બધાં ને ખૂબ ભાવે છે.આમ તો મકાઈ પૌંવા નો ચેવડો ખાસ કરી ને દિવાળી માં બનાવવા માં આવે છે. પણ રોજિંદા નાશ્તા તરીકે પણ ઘણા ઘરો માં બનતો હોય છે. Vaibhavi Boghawala -
લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)
#LCM#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef Neeru Thakkar -
-
ચેવડો(Chevdo Recipe in Gujarati)
#કૂકબુક#દિવાલીસ્પેશિયલ#પોસ્ટ3પૌઆ નો ચેવડોગુજરાતી ઓ ના ઘર માં આમ તો ચેવડો બનતો જ હોય છે. પરંતુ દિવાલી ના નાસ્તા ચેવડા વગર અધૂરા લાગે. પણ મારાં રાજકોટ ના ચેવડા ની વાત જ નિરાળી છે.રાજકોટ નો પૌઆ નો ચેવડો જગવિખ્યાત છે. જે બહારગામ પાર્સલ થાય છે. રાજકોટ માં જે પણ મહેમાન તરીકે આવે છે તે પણ પૌઆ ચેવડા ના પાર્સલ લઈ જાય છે. જો તમારે પણ આ ચેવડો બનાવવો હોય તો એકવાર જરૂર થી રેસિપી વાંચશો. જેની લિંક ઉપર આપેલી છે. Jigna Shukla -
બરોડા સ્પેશિયલ લીલો ચેવડો (Baroda Special Lilo Chivda Recipe In Gujarati)
#baroda special#potato#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો એ આમ તો પંચમહાલ બાજુ ની વાનગી છે પણ હવે આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ પામી છે. ચોમાસા ની ઋતુ માં તાજી મકાઈ લાવી છીણી ને બનાવામાં આવતો ચેવડો કે મકાઈ નો દાણો ખાવાની મજા જ કઈ જૂદી છે. મકાઈ ના ચેવડા માટે અમેરિકન કે દેશી મકાઈ લઈ શકાય. Dhaval Chauhan -
મકાઈ નો લીલો ચેવડો (Makai Lilo Chevdo Recipe In Gujarati)
મધ્ય પ્રદેશની વાનગી.. ખૂબ સરસ લાગે છે જરૂર થી ટ્રાય કરશો.ભુટ્ટે કા કીસ (મકાઈનો લીલો ચેવડો) Dr. Pushpa Dixit -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
અમેરિકન મકાઈ માંથી બનતો આ ચેવડો એકદમ ટેસ્ટી, પ્રોટીન અને ફાઇબર થી ભરપુર હોય છે, Kinjal Shah -
મિક્સ ચેવડો (Mix Chevdo Recipe In Gujarati)
#MBR2#week2 દિવાળી નાં નાસ્તા માં ચેવડો લગભગ બધા જ બનાવે છે.મે અહીંયા અલગ અલગ વસ્તુ ઉમેરી ને ચેવડો બનાવ્યો છે. Varsha Dave -
ચેવડો (Chevdo Recipe In Gujarati)
#DFT#Diwali specialPost 2 આ ચેવડો દિવાળી નાં નાસ્તા માટે બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ જ સરસ બને છે. Varsha Dave -
ચેવડો(chevdo recipe in gujarati)
#સાતમ મારા મમ્મી હું નાની હતી ત્યારે આ ચેવડો સાતમ અને દિવાળી ના તહેવાર માં બનાવતાં,તેમની રેસીપી મુજબ મેં આ ચેવડો બનાવ્યો છે,ખૂબ જ ટેસ્ટી બન્યો છે,તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
બરોડા સ્પેશિયલ લીલો ચેવડો
#દિવાળી#ઇબુક#Day-૨૯ફ્રેન્ડ્સ, ગુજરાત ના દરેક શહેર ને પોતાની સ્પેશ્યાલિટી છે. જેમાં આજે દિવાળી નિમિત્તે બનાવેલ નાસ્તા માં બરોડા નો સ્પેશિયલ ખટમીઠો લીલો ચેવડો અહીં રજૂ કરેલ છે. asharamparia -
પૌંવા નો શેકેલો ચેવડો (Paua No Shekelo Chevdo Recipe In Gujarati)
#કૂકબુક#Post2#દિવાળીસ્પેશિયલડાયટીંગ નાં જમાના માં તળેલી વસ્તુ બધા અવોઇડ કરતા હોય છે, જેથી મેં પણ પૌંવા નો શેકેલો ચેવડો બનાવ્યો. જે દિવાળી માં તો ખરો જ પણ રૂટીન માં પણ ભાવતો હોય છે. Bansi Thaker -
લીલો ચેવડો(green chewdo recipe in Gujarati)
#આલુવડોદરા માં લીલો ચેવડો ખુબ જ વખણાય..આ ચેવડો બિલકુલ ક્રિસ્પી નહીં.. પણ સોફ્ટ હોય છે..આ ચેવડા માટે બહુ જ ઓછી સામગ્રી થી બની જાય છે.. એમાં ચણા ની દાળ અને બટાકા નું છીણ ઉપર થી કડક અને અંદર થી પોચું રહે એટલુ જ ધીરે તાપે તળી લેવું... Sunita Vaghela -
નાયલોન પૌવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTRઆજે આપણે નાયલોન પૌવા નો ક્રિસ્પી ચેવડો બનાવવાની રેસિપી જોઈશું.આ એકદમ ટેસ્ટી લાગે છે આ તમે બ્રેકફાસ્ટ માં ખાઈ શકો છો.અને ઘર માં દરેક ને પસંદ આવશે.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.જ્યારે તમને કઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ તમે ખાઈ શકો છો.આ તમે બપોર ના નાસ્તા માં પણ ખાઈ શકો છો.આ નાયલોન પૌવા નો ચેવડો તમે એર ટાઈટ બરણી માં ભરી શકો છો.જેથી લાંબા સમય સુધી આવો ને આવો જ રહેશે.જેથી ખાવા ની મજા આવશે આને તમે સ્નેક્સ માટે આ એક ઓપ્શન છે.તો જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો. Dr. Pushpa Dixit -
મકાઈ નો લીલો ચેવડો (Makai Lilo Chevado Recipe In Gujarati)
#SJR મકાઈ ની અનેક રેસીપી ગુજરાતી લોકો બ નાવે છે..પકોડા, sbji, સલાડ, ચાટ...આજે મેં મકાઈ નો લીલો ચેવડો બનાવિયો. Harsha Gohil -
ચેવડો(Chevdo Recipe in Gujarati)
દિવાળી નજીક જ છે .દિવાળી માટે હવે ગણતરી ના દિવસો જ બાકી છે .દિવાળી માં ડ્રાય નાસ્તા માં મેં પૌઆ નો ચેવડો બનાવ્યો છે .આ ચેવડો ૭ -૮ દિવસ સુધી રાખી શકાય છે .#કૂકબુક#Post 1 Rekha Ramchandani
More Recipes
ટિપ્પણીઓ (2)