આલુ કચોરી(Aloo kachori recipe in gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#આલુ
કચોરી નું પુરણ અલગ અલગ પ્રાંત પ્રમાણે અલગ હોઈ છે. ઉત્તર પ્રદેશ , આગ્રા ની કચોરી ખૂબ વખણાય છે. અહીંયા બટેટા ની પુરણ ભરી ને ક્રિસ્પી કરકરી એવી કચોરી બનાવેલ છે. બધા ને ખૂબ પસંદ આવશે. આ કચોરી સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય.

આલુ કચોરી(Aloo kachori recipe in gujarati)

#આલુ
કચોરી નું પુરણ અલગ અલગ પ્રાંત પ્રમાણે અલગ હોઈ છે. ઉત્તર પ્રદેશ , આગ્રા ની કચોરી ખૂબ વખણાય છે. અહીંયા બટેટા ની પુરણ ભરી ને ક્રિસ્પી કરકરી એવી કચોરી બનાવેલ છે. બધા ને ખૂબ પસંદ આવશે. આ કચોરી સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૬ વ્યકિત
  1. લોટ માટે:
  2. ૨ કપમેંદો
  3. ૩ ટીસ્પૂનરવો (સુજી)
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. ૩ ટીસ્પૂનઘી મોણ માટે
  6. પાણી જરૂર મુજબ
  7. તળવા માટે તેલ
  8. પુરણ માટે:
  9. મધ્યમ સાઈઝ ના બાફેલા બટેટા
  10. ૨ ટીસ્પૂનતેલ
  11. ૧/૨ ટીસ્પૂનજીરુ
  12. ૧/૨ ટીસ્પૂનઅધકચરા વાટેલા ધાણા
  13. ૧/૨ ટીસ્પૂનવરિયાળી
  14. ૧/૨ ટીસ્પૂનઆદુ ની પેસ્ટ
  15. બારીક સમારેલી લીલી મરચી
  16. ૧/૨ ટીસ્પૂનહળદર
  17. ૧ ટીસ્પૂનલાલ મરચુ પાઉડર
  18. ૧/૨ ટીસ્પૂનગરમ મસાલો
  19. ૧ ટીસ્પૂનઆમચૂર પાઉડર
  20. સ્વાદ પ્રમાણેમીઠું
  21. ચપટીહિંગ
  22. ૨ ટીસ્પૂનબારીક સમારેલી કોથમીર
  23. અન્ય સામગ્રી:
  24. ૧ કપગળ્યું દહીં
  25. ૧/૨ કપખજૂર આમલીની ચટણી
  26. ૧/૪ કપલીલી ચટણી
  27. ૨ ટીસ્પૂનલસણ ની ચટણી
  28. ૧/૪ કપસેવ
  29. ૨ ટેબલ સ્પૂનબારીક સમારેલ ડુંગળી
  30. ૧ ટેબલસ્પૂનબારીક સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કથરોટ માં મેંદો અને રવો લો. હવે તેમાં મીઠું અને મોણ માટે ઘી ઉમેરી હાથ થી મસળી લો.

  2. 2

    જરૂર મુજબ પાણી ઉમેરી કણક બાંધી લો. લોટ ને ૧૦ મિનિટ ઢાંકી ને રાખી લો.

  3. 3

    પુરણ માટે એક કઢાઈ માં તેલ લો. તેલ ગરમ થાય એટલે જીરું, વરિયાળી અને ધાણા ઉમેરી દો.

  4. 4

    ત્યારબાદ હિંગ, આદુ ની પેસ્ટ અને સમારેલ મરચી સાંતળો. હવે તેમાં હળદર, લાલ મરચુ પાઉડર, ગરમ મસાલો ઉમેરી લો. ગેસ નો તાપ ધીમો રાખવો.

  5. 5

    હવે બાફેલા બટાકા ને છૂંદી ને કઢાઈ માં ઉમેરો. મીઠું, આમચૂર પાઉડર અને કોથમીર ઉમેરી મિશ્રણ તૈયાર કરો.

  6. 6

    હવે લોટ માંથી એકસરખા લુઆ પાડી પૂરી વણો. પૂરી માં વચ્ચે તૈયાર કરેલ પુરણ ઉમેરો. ૨ ચમચી જેટલું પુરણ ભરવું. હવે કિનારી ભેગી કરી લુઓ બનાવી લો.

  7. 7

    ફરીથી પુરણ ભરેલ લુઆ ને હળવા હાથે થોડું વણી લેવું. એવી રીતે બધી કચોરી વણી લો.

  8. 8

    હવે ગરમ તેલ માં કચોરી ને ગોલ્ડન થાય એવી તળી લો.

  9. 9

    હવે કચોરી ને એક ડિશ માં લઇ તેને વચ્ચે થી તોડી લો. હવે તેમાં ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી, લસણ ની ચટણી, ગળ્યું દહીં, સેવ, સમારેલી ડુંગળી અને કોથમીર ભભરાવી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર

Similar Recipes