આલુ અકબરી(Aloo akbari recipe in gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#આલુ
બટાકા લગભગ બધા ના ઘર માં હમેશા મળી જ રહે. તો અહી બટાકા નો ઉપયોગ કરીને અહી અલગ પ્રકાર ની કરી કે ગ્રેવી બનાવેલ છે. અહીંયા બટાકા ની અંદર ચટપટું પુરણ ભરી ને ગ્રેવી માં ઉમેર્યા છે. આશા રાખું છુ કે તમને જરૂર ગમશે.

આલુ અકબરી(Aloo akbari recipe in gujarati)

#આલુ
બટાકા લગભગ બધા ના ઘર માં હમેશા મળી જ રહે. તો અહી બટાકા નો ઉપયોગ કરીને અહી અલગ પ્રકાર ની કરી કે ગ્રેવી બનાવેલ છે. અહીંયા બટાકા ની અંદર ચટપટું પુરણ ભરી ને ગ્રેવી માં ઉમેર્યા છે. આશા રાખું છુ કે તમને જરૂર ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૪ વ્યકિત
  1. ગ્રેવી માટે:
  2. ૨ નંગડુંગળી
  3. ૧ કપદહીં
  4. ૧ ટેબલસ્પૂનપલાળેલા કાજુ
  5. ૨ ટેબલસ્પૂનતેલ
  6. ૧/૨ ટીસ્પૂનજીરુ
  7. તમાલપત્ર
  8. ચપટીહિંગ
  9. ૧ ટીસ્પૂનઆદુ - લસણ ની પેસ્ટ
  10. ૧/૨ ટીસ્પૂનલીલા મરચા ની પેસ્ટ
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. ૧/૨ ટીસ્પૂનગરમ મસાલો
  13. જરૂર મુજબ પાણી
  14. બટાકા બનાવવા માટે:
  15. ૬ નંગમોટા બટાકા
  16. તળવા માટે તેલ
  17. ૨ ટેબલસ્પૂનફુદીના ની ચટણી
  18. ૮-૧૦ કાજુ
  19. ૮-૧૦ કીસમીસ
  20. સ્વાદ પ્રમાણેમીઠું
  21. ૧/૪ ટીસ્પૂનચાટ મસાલા
  22. ૧ નંગબારીક સમારેલ મરચુ
  23. ૨ ટીસ્પૂનબારીક સમારેલ કોથમીર
  24. સજાવવા માટે:
  25. ૧ ટીસ્પૂનક્રીમ (મલાઈ)
  26. ૨ ટીસ્પૂનબારીક સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બરાબર ધોઈ ને કોરા કપડાં થી લુછી લો. હવે તેને છરી ની મદદ થી ફરતી બાજુ થી કાપતા જઈ નળાકાર એવા આકાર માં કાપી લો. હવે વચ્ચે ની બાજુ છરી અથવા ગોળ નાના સ્કૂપ વાળી ચમચી થી ખોતરી ને પોલું બનાવી લો.

  2. 2

    આવી રીતે બધા બટાકા પોલા નળાકાર માં કાપી લો. છાલ વાળો અને અંદર નો કાપેલો બટાકા નો ભાગ ફેકી ના દેવો. તેને ધોઈ ને કોરા કપડા માં નિતારી લો.

  3. 3

    પોલા નળાકાર બટાકા ને પાણી મા ધોઈ ને કોરા કપડા થી લુછી લો. હવે ગરમ તેલ મા બટાકા ગોલ્ડન થાય એવા તળી લો. ત્યારબાદ છાલ વાળો ભાગ અને અંદર ના ભાગ ના બટાકા ને પણ તળી લો.

  4. 4

    પુરણ માટે એક બોલ માં છાલ વાળો અને અંદર ના ભાગ ના તળેલા બટાકા લઈ તેને છરી થી અધકચરા એવા કાપી લો. જેથી છાલ ના કટકા થઈ જાય. હવે તેમાં ફુદીના ની ચટણી, ચાટ મસાલા, મીઠું, સમારેલ મરચુ અને કોથમીર નાખો.

  5. 5

    ત્યારબાદ કાજુ ના નાના ટુકડા કરી ને નાખો. કીસમીસ નાખી બરાબર મિક્સ કરો. આ પુરણ નળાકાર તળેલા બટાકા માં હળવા હાથે ભરી લો. ધીમે ધીમે પુરણ ભરવુ જેથી બટાકા ફાટી ન જાય.

  6. 6

    બધા બટાકા માં પુરણ ભરાઈ જાય પછી બધા બટાકા ને વચ્ચે થી કાપી લેવા. જેથી નાના ગોળાકાર બની જશે.

  7. 7

    હવે ગ્રેવી માટે એક મિક્સર જાર માં ડુંગળી લઈ તેની પ્યુરી બનાવી લો. ત્યારબાદ પલાળેલા કાજુ ની પેસ્ટ બનાવી લો. (કાજુ ને ૧૦ મિનિટ માટે ગરમ પાણી માં પલાળવા)

  8. 8

    હવે એક કઢાઈ માં તેલ મુકો. તેલ ગરમ થાય એટલે જીરું, તમાલપત્ર અને હિંગ ઉમેરો.

  9. 9

    ત્યારબાદ આદુ - લસણ ની પેસ્ટ અને લીલા મરચા ની પેસ્ટ સાંતળો. હવે ડુંગળી ની પ્યુરી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.

  10. 10

    તેલ છૂટું પડે પછી મીઠું, ગરમ મસાલો, દહીં અને કાજુ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી ૨ મિનિટ માટે સતત હલાવો. જેથી દહીં ફાટી ન જાય. (૧ ટીસ્પૂન જેટલી કાજુ ની પેસ્ટ બાજુ માં રાખવી)

  11. 11

    હવે ગ્રેવી મા થોડું પાણી ઉમેરી ૫ મિનિટ ઉકાળો.

  12. 12

    હવે ગ્રેવી ઉકળી જાય પછી તેમાં બટાકા મૂકી દો. એક વાટકી માં મલાઈ(ક્રીમ) અને કાજુ ની પેસ્ટ લઈ મિક્સ કરી લો. આ પેસ્ટ ગ્રેવી પર રેડો. કોથમીર ભભરાવી પીરસો. તૈયાર છે આલુ અકબરી.

  13. 13

    આલુ અકબરી ને રોટી કે પરાઠા સાથે સરસ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર

Similar Recipes