પાલક પૂરી

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#સ્નેક્સ
#માઇઇબુક#post1
#વિકમીલ૧#સ્પાઈસી
હેલો ફ્રેન્ડ્સ. આજે હું તમારા માટે પાલકની પૂરી લઈને આવી છું... આ પૂરીને તમે સવારે ચા સાથે કે બપોરે કે સાંજે કે રાત્રે ગમે ત્યારે ચા,, દહીં, કોફી, કે કોઈપણ અથાણા સાથે ખાઈ શકાય છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે અને કલરફુલ પણ છે.. સાથે વિશિષ્ટતા એ છે કે જે બાળકો પાલક ના ખાતા હોય તેને આ રીતે કરીને આપવા થી તે ખાય પણ લે છે.... અને પાલક માં ખૂબ સારો એવો ગુણો એ છે કે તેનાથી વાળનો વિકાસ ખૂબ સારો થાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. -- પાલક પૂરી બનાવવા માટે-----
  2. 2ચમચા ઘઉંનો લોટ
  3. 1જુડી પાલક ની પ્યૂરી
  4. ચમચા મોણ માટે તેલ
  5. તળવા માટે તેલ જરૂર મુજબ
  6. 1/2 ચમચીઆદુની પેસ્ટ
  7. 1લીલા મરચાની પેસ્ટ
  8. સ્વાદ મુજબ મીઠું
  9. ગાર્નીશિંગ માટે----
  10. અડધો કપ દહીં
  11. સ્વાદ મુજબ મીઠું
  12. સ્વાદ મુજબ મરચાની ભૂકી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલકને વીણી અને બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લો.... પછી એક કથરોટમાં બે ચમચા લોટ, 3 લીલું મરચું ની પેસ્ટ, આદુની પેસ્ટ, સ્વાદમુજબ મીઠુ, લઈ લો... પછી મિક્સરમાં પાલક, આદુ, લીલા મરચા ઉમેરી પેસ્ટ બનાવી લો..

  2. 2

    કથરોટમાં સ્વાદ મુજબ મીઠું, 2 ચમચા તેલ, જરૂર મુજબ પાણી. પાલકની પ્યુરિ ઉમેરો.. પછી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધી લો.... પછી તેમાંથી એક પુરીનું નાનો લુવો વાળી લો....

  3. 3

    પછી તેની નાની પૂરી વણી લો... પણ પૂરી થોડી જાડી વણવી,,,,, જેથી તેલમાં તડતી વખતે તૂટી ના જાય.....

  4. 4

    આ રીતે બધી જ પૂરી તળી લો

  5. 5

    તો મારી રેસીપી તૈયાર છે કેવી લાગે તમને જરૂરથી જણાવશો

  6. 6

    આ ડીસ ખૂબ જ હેલ્ધી છે. અને મસાલા દહીં સાથે ખુબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes