ચણાની દાળ ના ગોટા કઢી-(chana dal gota kadhi recipe in Gujarati)

Nisha
Nisha @nisha_sangani

ચણાની દાળ ના ગોટા કઢી-(chana dal gota kadhi recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગોટા નું ખીરું બનાવવા માટે:-
  2. ૫૦૦ ગ્રામ ચણાની દાળ
  3. દાળ પલાળવા તથા પીસવા જરૂર મુજબ પાણી
  4. ૩ ચમચીમીઠું
  5. 1/2ચમચી હળદર
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. 1/2ચમચી હિંગ
  8. 1 ચમચીમરી પાઉડર
  9. દસ-બાર ઝીણા સમારેલા લીલા મરચા
  10. 2 ચમચીખમણેલું આદુ
  11. 1 વાટકીકોથમરી
  12. 1/2ચમચી સાજી
  13. તળવા માટે તેલ
  14. કઢી બનાવવા માટે:-
  15. ૩ ચમચીચણાનો લોટ
  16. ૩ ગ્લાસપાણી
  17. 1 ચમચીમીઠું
  18. 1/2ચમચી ધાણાજીરૂ
  19. 1/4 ચમચી હળદર
  20. 1લીંબુ
  21. 1/2ચમચી ખાંડ
  22. 2લીલા મરચા
  23. દસ-બાર લીમડાના પાન
  24. ટુકડોઆદુનો
  25. વઘાર માટે:-
  26. 2 ચમચીતેલ
  27. ૧ ચમચીરાઈ
  28. 1/2ચમચી જીરૂ
  29. 1તમાલપત્ર
  30. 1સૂકું લાલ મરચું
  31. ચપટીહિંગ
  32. કોથમરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને ધોઈને પાંચથી છ કલાક માટે પલાળી રાખવી દાળ પલળી ગયા પછી એમાંથી પાણી કાઢી નાખી તેને મિક્સરમાં ક્રશ કરવી

  2. 2

    ક્રસ કરેલ ખીરામાં મીઠું મરી પાઉડર કોથમરી ઝીણા સમારેલા લીલા મરચાં તથા ખમણેલું આદુ મિક્સ કરો

  3. 3

    તેમાં હળદર ધાણા જીરું હિંગ નાખી મિક્સ કરવું ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દેવું ત્યાર પછી ખીરામાં સાજીનાં ફૂલ નાખી બરાબર ફીણવુ

  4. 4

    તેલ થઈ જાય એટલે મીડીયમ ગેસ પર ગોટા ઉતારી લેવા

  5. 5

    હવે કઢી બનાવવા માટે પાણીમાં ચણાનો લોટ નાખી બ્લેન્ડ કરવું ત્યાર પછી તેને ગેસ પર ઉકાળવા મુકો તેમાં મીઠું હળદર ધાણાજીરું આદુ મરચાં લીમડો નાખવો કઢીને બરાબર ઉકળવા દેવી

  6. 6

    ત્યાર પછી તેમાં લીંબૂ અને ખાંડ નાખી ઉકાળવી

  7. 7

    કઢી ઉકળી જાય એટલે એક નાની તપેલીમાં તેલ મૂકી રાઈ જીરૂ લીમડાના પાન સુકા મરચા તમાલ પત્ર અને હિંગ નો વઘાર કરવો એ વઘાર કઢી માં નાખવો ઉપરથી કોથમીર નાખવી તૈયાર છે કઢી

  8. 8

    તૈયાર છે અમદાવાદમાં પ્રખ્યાત ગોટા કઢી તેને ડુંગળી મરચા સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

Similar Recipes