દાલ પકવાન(dal pakvan recipe in Gujarati)

Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668

#સુપરશેફ4
દાળ પકવાન ખાવામા એક દમ સોફટ હોય છે અને તે નાના મોટા બધા જ ખાઈ શકે છે.

દાલ પકવાન(dal pakvan recipe in Gujarati)

#સુપરશેફ4
દાળ પકવાન ખાવામા એક દમ સોફટ હોય છે અને તે નાના મોટા બધા જ ખાઈ શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
8 સર્વિંગ્સ
  1. ---દાળ બનાવવા માટે------
  2. 1વાટકો ચણાની દાળ
  3. 1 ચમચીદેશી ધી
  4. ચપટીહીંગ
  5. 1/2ચમચી જીરુ
  6. 1 ચમચીહળદર
  7. 2 ચમચીકાશમીરી ચટણી
  8. 1 ચમચીધાણાજીરુ
  9. 1 ચમચીગરમ મસાલો
  10. જરુર મુજબ મીઠું
  11. 1ટમેટુ
  12. 1મરચુ
  13. 1 ટુકડોઆદુ
  14. 7-8લીમડાના પાન
  15. ધાણાભાજી
  16. ----પકવાન બનાવવા માટે-----
  17. 1વાટકો મેંદાનો લોટ
  18. 1વાટકો ધઉંનો લોટ
  19. 4-5 ચમચીરવો
  20. 1 ચમચીઅજમા
  21. 3 ચમચીમોણ માટે તેલ
  22. 1 ચમચીમરી પાઉડર
  23. જરુરમુજબ મીઠું
  24. તડવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌ પહેલા આપણે દાળ લઈશુ.દાળને બે વાર પાણીએથી ધોઈ નાખશુ. પછી ત્રીજી વખત બે વાટકા પાણી નાખીને 30મીનીટ માટે પલાળવા મુકીશુ. ત્રીસ મીનીટ પછી દાળ માથી પાણી કાઢી નાખવાનુ.

  2. 2

    પછી દાળ ને કુકરમા લઈશુ.પછીએમા જે દાળના વાટકો માપ મા લીધો હોય તે જ ત્રણ વાટકા પાણી કુકર મા નાખવાનુ.પછી તેમા 1/2ચમચી હળદર અને 1/2ચમચી મીઠુ નાખવાનુ.

  3. 3

    પછી કુકરને બંધ કરીને ચાર થી પાંચ સીટી ધીરા ગેશ ઉપર બોલાવાની.કુકર મા સીટી વાગી જાય તયા સુધી મા આપણે પકવાન તૈયાર કરી લઈએ.

  4. 4

    તો પકવાન બનાવા માટે પહેલા મેંદાનો અને ઘઉંનો લોટ એક સરખા પૃમાણ મા લઈશુ.પછી તેમા રવો નાખશુ પછી તેમા અજમાને બે હાથની હથેળી એથી મસળીને નાખશુ પછી મરી પાઉડર અને મીઠું, મોણ નાખશુ પછી આ બધુ એકસરખુ મીકસ કરી નાખશુ.પછી તેમા થોડુ થોડુ પાણી નાખીને મીડીયમ રોટલીના લોટ જેવો લોટ બાધવાનો.મારે અહી અડધો વાટકો પાણી જોયુ છે.

  5. 5

    હવે આપણે 10મીનીટ માટે ભીના કપડાથી ઢાંકીને રાખી દેશુ. જેથી કરીને આપણો લોટ મા કુણપ આવી જાય દશ મીનીટ પછી લોટ મા કુણપ આવી ગઈ છે.તો તેના નાના ગોળ વાળીને વણી લઈશુ.

  6. 6

    પછી તેમા કાટા ચમચી થી જીણા જીણા કાણા પાડીશુ.જેથી કરીને આપણા પકવાન ફુલે નઈ અને એકદમ ફરસા થાય.હવે આપણા પકવાન વણાઈ ગયા છે તો તેને તડવા માટે એક કાઈમા તેલ મુકીશુ.

  7. 7

    તેલને મીડીયમ ગેશ ઉપર રાખવાનુ છે.જો ફુલ ગેશ ઉપર તડશુ તો પકવાન અંદર થી કાચા અને ઉપર થી લાલ થઈ જશે એટલે આપણે તેલને મીડીયમ ફલેમ પર રાખીશુ.હવે તેલ મીડીયમ ગરમ થઈ ગયુ છે તો આપણે તેમા પૂરી નાખીશુ.પકવાનને બંને સાઈડ બાૃઉન કલરના થઈ જાય એવા તડવાના છે

  8. 8

    હવે આપણા બધા જ પકવાન તડાઈને રેડી થઈ ગયા છે.

  9. 9

    હવે દાળનો વધાર કરીશુ.તો દાળ વધારવા માટે પહેલા એક કડાઈમા ધી લઈશુ. ધી ની જગયા એ તેલ મા પણ વધારી શકાય છે. હવે તેમા ચપટી હીંગ.અને જીરુ નાખવાનુ.પછી તેમા લીમડો.આદુ,મરચુ અને ટમેટુ નાખવાના અને તે બધા સોતરવાના.

  10. 10

    પછી તેમા બધો મસાલો અને લીબુ મીકશ કરવાના.અને મસાલા નાખીએ તયારે ગેશને સાવ ધીરો રાખવાનો જેથી કરીને નાખેલા મસાલા બળી ન જાય મસાલો બધો મીકશ થઈ ગયો છે તો તેમા દાળ નાખીશુ.પછી તેમા 1/2ચમચી ગોળ અથવા ખાંડ નાખવાના.મે અહિયા ગોળ નાખીયો છે.દાળ મીકસ થઈને ઉકળી જાય પછી તેમા ગરમ મસાલો અને ધાણાભાજી નાખવાના

  11. 11

    હવે આપણી પકવાન અને દાળ બંને તૈયાર છે

  12. 12

    દાળ પકવાન નેઆપણે બે રીતથી સવઁ કરીશુ. પહેલા દાળચાટ મા સવઁ કરીએ.તો દાળચાટ બનાવા માટેએક બાઉલ મા પકવાન ના મીડીયમ સાઈઝનાટુકડા કરીશુ.પછી તેમા દાળ નાખીશુ. પછી તેમા લીલી ચટણી, ટોમેટોસોસ અને ખજુર અને આંબલીની ચટણી નાખીશુ.

  13. 13

    પછી તેમા ઝીણી સમારેલી ડુગળી,દાડમ ના બી,સેવ અને ચાટ મસાલો નાખીશુ.તો તૈયાર છે દાળ ચાટ

  14. 14

    હવે આપણે બીજીરીતે સવઁ કરીશુ.તો પહેલા એક બાઉલમા દાળ લેશુ.પછીતેમા લીલી ચટણી,ટોમેટોસોશ અને આંબલીની ચટણી નાખીશુ.પછી તેમા ડુગળી,દાડમ ના બી, સેવ અને ચાટ મસાલો નાખીશુ.

  15. 15

    તો તૈયાર છે દાળ પકવાન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668
પર

ટિપ્પણીઓ

Similar Recipes