ટોઠા/ઠોઠા (Totha recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#વિકમીલ૧
#પોસ્ટ3
#માઇઇબુક
#પોસ્ટ6
ટોઠા/ ઠોઠા એ ઉત્તર ગુજરાત ની ખાસ વાનગી છે જે પુરા ગુજરાત માં એટલી જ પ્રખ્યાત છે. લીલી ડુંગળી અને લીલા લસણ થી ભરપૂર , તીખા તમતમતા ટોઠા શિયાળા માં બહુ જ ખવાય છે. મોટા ભાગે બ્રેડ અને છાસ સાથે ખવાતા આ ટોઠા પરાઠા / રોટલા સાથે પણ સારા લાગે છે.

ટોઠા/ઠોઠા (Totha recipe in Gujarati)

#વિકમીલ૧
#પોસ્ટ3
#માઇઇબુક
#પોસ્ટ6
ટોઠા/ ઠોઠા એ ઉત્તર ગુજરાત ની ખાસ વાનગી છે જે પુરા ગુજરાત માં એટલી જ પ્રખ્યાત છે. લીલી ડુંગળી અને લીલા લસણ થી ભરપૂર , તીખા તમતમતા ટોઠા શિયાળા માં બહુ જ ખવાય છે. મોટા ભાગે બ્રેડ અને છાસ સાથે ખવાતા આ ટોઠા પરાઠા / રોટલા સાથે પણ સારા લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
4 વ્યક્તિ
  1. 300 ગ્રામસૂકી તુવેર
  2. 150 ગ્રામઝીણું સુધારેલું લસણ
  3. 250 ગ્રામઝીણી સુધારેલી ડુંગળી
  4. 200 ગ્રામઝીણી સુધારેલી લીલી ડુંગળી
  5. 100 ગ્રામઝીણું સુધારેલું લીલું લસણ
  6. 7-8લીલા મરચાં
  7. 2ચમચા ગરમ મસાલો
  8. 1 ચમચીહળદર
  9. 1ચમચો લાલ મરચું પાઉડર
  10. 1ચમચો ધાણાજીરું (વૈકલ્પિક)
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 5ચમચા તેલ (વધુ લઇ શકાય)

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    તુવેર ને 8-10 કલાક અથવા રાત થી પલાળી દો. બીજે દિવસે ધોઈ ને કુકર માં સરખી રીતે બાફી લેવી.

  2. 2

    તેલ ગરમ મૂકી ડુંગળી,લસણ અને લીલા મરચાં સાંતળો. સંતળાઈ જાય એટલે લીલા ડુંગળી અને લસણ નાખી થોડી વાર સાંતળો.

  3. 3

    હવે બાફેલી તુવેર, હળદર, મીઠું અને ધાણાજીરું નાખી સારી રીતે ભેળવી થોડી મિનિટ રાંધો.

  4. 4

    છેલ્લે લાલ મરચું અને ગરમ મસાલો નાખો અને થોડી મિનિટ ધીમી આંચ પર પકાવો. જરૂર લાગે તો થોડું પાણી નાખવું.

  5. 5

    આ વાનગી, ભરપૂર તેલ અને મરચાં સાથે સારી લાગે છે. મેં પ્રમાણસર જ નાખ્યું છે. ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes