ગોળનો સીંગ પાક(gol no sing paak in Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#cookpadindia
#cookpadguj
ગુજરાતમાં મહુડીની પ્રખ્યાત વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 250 ગ્રામગ્રામ શેકેલા સીંગદાણા
  2. ૧/૨ કપકોપરાનું છીણ
  3. ૧૫૦ ગ્રામ દેશી ઢીલો ગોળ
  4. ૧/૨ ટીસ્પૂનસૂંઠ પાઉડર
  5. ૧/૨ ટીસ્પૂનગંઠોડા પાઉડર
  6. 2 tbspદેશી ઘી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    શીંગ ને શેકી લેવી. ઠંડી પડે એટલે તેને ફોલી લેવી. તથા પીસી લેવી. બહુ બારિક ના પીસવી.

  2. 2

    પીસેલી સીંગ માં કોપરાનું છીણ, સૂંઠ તથા ગંઠોડા પાઉડર મિક્સ કરી દેવો. તથા ૧૫૦ ગ્રામ ગોળ લઈ લેવો.

  3. 3

    હવે એક પાનમાં 2 tbsp ઘી મૂકી તેમાં ગોળ નાખો. ગોળનો પાયો બનાવવો. મેં અહીં દેશી, ઢીલો ગોળ લીધેલ છે.એટલે ત્રણ જ મિનિટમાં પાયો તૈયાર થઈ ગયો. ગેસ બંધ કરી દેવો. હવે તેમાં સીંગનો ભૂકો એડ કરો. બરાબર બધું મિક્ષ કરી લેવું. ચોકી માં ચારે બાજુ ઘી લગાડીને તેમાં આ મિશ્રણ એક સરખું સ્પ્રેડ કરી દેવું. તેની ઉપર થોડું કોપરાનું છીણ સ્પ્રેડ કરવું.

  4. 4

    ઠંડું પડે એટલે તેના પીસ પાડી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes