વોટર મેલન રિન્ડ હલવા (Water melon rind halva recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#વિકમીલ૨
#સ્વીટ્સ
#પોસ્ટ4
#માઇઇબુક
#પોસ્ટ11
રસીલું અને પાણીદાર ફળ તડબૂચ એ ઉનાળા માં સૌથી વધુ ખવાતું ફળ છે. 92% પાણી ધરાવતું આ ફળ માં વિટામિન એ અને સી ની સાથે પોટેશિયમ અને મેગ્નેશિઉમ પણ સારી માત્રા માં હોઈ છે અને આ બધા જ પોષકતત્વો તેની છાલ માં પણ હોઈ છે જે સામાન્ય રીતે આપણે ફેંકી દેતા હોઈએ છીએ.
લીલા રંગ ની કડક છાલ બાદ કરતાં તડબૂચ ના બધા ભાગ ખાઈ શકાય છે. તેની સફેદ છાલ માંથી આપણે ઘણી વાનગી બનાવી શકીએ છીએ જેવી કે ચટણી, શાક, પુલાવ, હલવો વગેરે. આજે મેં તેમાંથી હલવો બનાવ્યો છે. આ સફેદ છાલ માં કોઈ સ્વાદ નથી હોતો એ તેનો ફાયદો છે કે આપણે તેમાં જે સ્વાદ ઉમેરિયે એ તેમાં ભળી જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપતડબૂચ ના સફેદ ભાગ ની પ્યુરી
  2. 1ચમચો રવો
  3. 1ચમચો બેસન
  4. 2ચમચા ઘી
  5. 1/4 કપઅથવા સ્વાદ અનુસાર ખાંડ
  6. 1/2 કપદૂધ
  7. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  8. 1/4 ચમચીજાયફળ પાઉડર
  9. 1ચમચો બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    તડબૂચ ના સફેદ ભાગ ને ગ્રાઇન્ડ કરી પ્યુરી બનાવો. થોડો લાલ ભાગ હોઈ તો પણ કાઈ વાંધો નહીં.

  2. 2

    ઘી ગરમ કરી રવો અને બેસન સુગંધ આવે ત્યાં સુધી સાંતળો.

  3. 3

    પછી સફેદ ભાગ ની પ્યુરી ઉમેરો. પાણી બળી જાય ત્યાં સુધી સેકો.

  4. 4

    ત્યારબાદ ખાંડ ઉમેરી તેનું પાણી ઓગળે ત્યાં સુધી સાંતળો.

  5. 5

    હવે દૂધ ઉમેરી, ભેળવી અને સરખું લચકા પડતું થઈ જાય ત્યાંસુધી સેકો. પછી ઇલાયચી જાયફળ નો પાઉડર નાખી ભેળવો અને આંચ બંધ કરો.

  6. 6

    બદામ ની કતરણ થી સજાવી ને ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes