લચ્છા રબડી (Laccha Rabdi recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#વિકમીલ૨
#સ્વીટ્સ
#પોસ્ટ7
#માઇઇબુક
#પોસ્ટ14
લચ્છા રબડી એ દૂધ ને ઉકાળી ને બનાવામાં આવતી પ્રચલિત મીઠાઈ છે. મૂળભૂત રીતે ઉત્તર ભારત અને રાજસ્થાન ની આ મીઠાઈ એ પોતાની ચાહના ભારત ભર માં ફેલાવી છે.
આ રબડી બનાવા માં ધીરજ ની ખાસ જરૂર છે કારણ કે તેને બનાવા માં સમય વધુ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
4 વ્યક્તિ
  1. 1લીટર દૂધ
  2. 2ચમચા ખાંડ
  3. 1/2ચમચી ઇલાયચી પાઉડર
  4. 1ચમચો બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    એક જાડા તળિયા વાળા વાસણ માં દૂધ ગરમ મુકો. એક ઉભરો આવે એટલે આંચ ધીમી કરો.

  2. 2

    ધીમી આંચ પર દૂધ ને રાખો અને ઉપર મલાઈ થવા દો. જેમ મલાઈ થાઈ એમ સાચવી ને મલાઈ વાસણ ની બાજુ માં લગાડતા જાઓ.

  3. 3

    આવી રીતે મલાઈ ના થર બાજુ પર લગાવતા જાઓ જ્યાં સુધી દૂધ ઉકળી ને પા ભાગ નું થઈ જાય. આ બધા પગલાં માં આશરે 40-45 મિનિટ થશે.

  4. 4

    પછી ઇલાયચી પાઉડર અને ખાંડ નાખો અને ખાંડ ઓગળે ત્યાં સુધી ઉકળવા દો.

  5. 5

    છેલ્લે બાજુ પર લગાવેલા મલાઈ ના લચ્છા ને સાચવી ને ઉખેડી ને રબડી માં ઉમેરો. બદામ પણ નાખી દો. આંચ બન્ધ કરો.

  6. 6

    રેફ્રિજરેટર માં એકદમ ઠંડી કરો અને બદામ થી સજાવી પીરસો. ચાહો તો કેસર પિસ્તા પણ ઉમેરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes