દાળિયા ની દાળ નાં પેંડા(daliya dal na penda in Gujarati)

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનિટ
ઠાકોરજી સામગ્રી
  1. ૧ નાની વાટકીદાળિયા ની દાળ
  2. 1/2 વાટકીદળેલી ખાંડ
  3. 1/4 વાટકીઘી (સેમી થીક)
  4. ૨ ટેબલસ્પૂનજીણા સમારેલા કાજુ-બદામ
  5. 1/2 ટીસ્પૂનઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળિયા ની દાળ ને એક જાર માં લઇ તેનો એકદમ ઝીણું પીસાય એવો પાઉડર તૈયાર કરો. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે દાળિયા ની દાળ એક વાટકી લીધેલી છે પરંતુ તેને ગ્રાઈન્ડ કરશો એટલે તે એક વાટકી થી વધારે બનશે એટલે બરાબર એક વાટકી જ લેવું બધામાં જે વાટકી લો એ જ વાટકી નું માપ રાખવું‌.

  2. 2

    હવે એક બીજા બાઉલમાં ખાંડ અને ઘી લઈ બંને ને બરાબર રીતે મિક્સ કરી ફેટી લેવું.

  3. 3

    હવે તેમાં દાળિયા ની દાળ નો પાઉડર ઉમેરીને બરાબર રીતે મિક્સ કરો અને હાથે થી મસળો. મસળસો એટલે ઘી છે એ મેલ્ટ થઈ ને મિશ્રણ માં ભળી જશે અને એક લુઓ તૈયાર થઈ જશે. હવે હાથમાં થોડું ઘી લઈ નાના લુઆ કરી ને પેંડા તૈયાર કરી વચ્ચે થી એક ખાડો કરી બદામ ની કટકીઓ વડે ગાર્નિશ કરો.

  4. 4

    તો તૈયાર છે દાળિયા ની દાળ ના પેંડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર
India - Ahmedabad

Similar Recipes