ચોકલેટ રેસીન ચેલ્સી બન(Chocolate raisin chelsea bun in Gujarati)

ચોકલેટ રેસીન ચેલ્સી બન(Chocolate raisin chelsea bun in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
યીસ્ટ ને હૂંફાળા દૂધ સાથે મિક્સ કરી પાંચ મિનિટ માટે રહેવા દેવી.
- 2
એક વાસણમાં મેંદો, બેકિંગ પાઉડર, મીઠું અને તજનો પાઉડર ચાળી લેવા. એમાં ૨૫ ગ્રામ બટર ઉમેરો. હવે યીસ્ટ નું મિક્સચર ઉમેરીને લોટ બાંધવો. આ લોટને પાંચથી સાત મિનિટ સુધી મસળવો જેથી એકદમ મુલાયમ થઈ જશે. વાસણને ઢાંકીને હૂંફાળી જગ્યા પર એક કલાક અથવા તો ડબલ થઈ જાય ત્યાં સુધી રહેવા દેવું.
- 3
રસોડાના પ્લેટફોર્મને સાફ કરી એના પર થોડો લોટ છાંટી બાંધેલા લોટને હલકા હાથે મસળી લેવો. લોટ ને લંબચોરસ આકાર માં વણી લેવો. વધેલું બટર ઉપર લગાડવું. હવે એના ઉપર ચોકલેટના ટુકડા અને સૂકી દ્રાક્ષ મુકવા. બધું એકસરખું પાથરવું. હવે એનો એક ટાઈટ રોલ વાળી ને એના બાર એકસરખા કટકા કરવા.
- 4
એક બેકિંગ ટ્રે માં બટર લગાડી એના પર આ બધા કટકા ગોઠવી દેવા. આ ટ્રેને ઢાંકીને 30 મિનિટ સુધી અથવા તો જ્યાં સુધી ડબલ થાય ત્યાં સુધી રહેવા દેવું.
- 5
પ્રેહીટેડ ઓવન માં 190 ડિગ્રી પર 30 મિનિટ સુધી બેક કરવું. ઓવનમાંથી બહાર કાઢીને તરત મૅપલ સિરપ અથવા મધ થી બ્રશ કરવું.
- 6
એક વાયર રેક પર કાઢી લઇને 10 મિનિટ સુધી ઠંડુ થવા દેવું. બન્સ એકબીજાથી છૂટા કરીને હૂંફાળા પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
ઇઝી ચોકલેટ ક્રોસન્ટ (Chocolate croissant recipe in Gujarati)
ક્રસાન્ટ ઓસ્ટ્રીઅન ઓરિજીન ની એક buttery અને flaky પેસ્ટ્રી છે. એ યીસ્ટ નાંખી ને આથો લાવવામાં આવેલા લોટથી બનાવવામાં આવે છે જેમાં લોટને વણીને એના પર બટર નું લેયર કરી એને ફોલ્ડ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા ઘણી વખત કરવામાં આવે છે. આ પ્રક્રિયાને લેમિનેશન કહેવામાં આવે છે. આ રીતે કરવાથી એક flaky અને buttery પેસ્ટ્રી બને છે જેમાંથી ક્રસાન્ટ બનાવવામાં આવે છે.ક્રસાન્ટ પ્લેન અથવા તો ફિલિંગ સાથે પણ બનાવી શકાય. ચોકલેટ અથવા તો ફ્રૂટ પ્રિઝર્વ નું ફીલિંગ બનાવી શકાય. અહીંયા મેં એક આસાન પદ્ધતિ અપનાવી છે જેના દ્વારા મૂળ પદ્ધતિ કરતા વધુ સરળતાથી અને ઝડપથી આ સ્વાદિષ્ટ વાનગી બની શકે છે. ક્રસાન્ટ ને ચા, કોફી કે સવારના નાસ્તા માં પીરસી શકાય. spicequeen -
બાઓ બન (Bao Bun Recipe In Gujarati)
બાવો બન એક સ્ટીમ કરેલા બન નો પ્રકાર છે જે અલગ અલગ આકારના બનાવી શકાય છે. આ બનમાં અલગ અલગ પ્રકારનું સ્વીટ કે સેવરી ફીલિંગ ભરી શકાય છે. અલગ અલગ પ્રકારના શાકભાજીનું ફીલિંગ ભરીને બાવો બનાવી શકાય અથવા તો બાવો બન ને ખાલી બટર સાથે પ્લેન પણ પીરસી શકાય.#FDS#cookpadindia#cookpad_gu spicequeen -
હોમમેડ જમ્બો બન (Homemade Jumbo Bun Recipe In Gujarati)
#jumbobun#bun1/2 મેંદો અને 1/2 ઘઉં નો લોટ લઇ યીસ્ટ સાથે આ બન બનાવ્યા છે. બહુ જ આસાનીથી બની જાય છે. ઘરે બનાવેલા બધી રીતે સારા પડે છે. વધુ સસ્તા, તાજા અને ચોખ્ખાઇ સાથે બને છે.કોઈ પણ જાતના સોડા, બેકિંગ પાઉડર નો ઉપયોગ નથી થયો. સાથે ફક્ત 1 ચમચા જેટલું બટર કે ઓઇલ વપરાયું છે. Palak Sheth -
-
-
-
ચોકલેટ સુફલે (Chocolate Souffle Recipe In Gujarati)
ચોકલેટ સુફલે ફ્રેન્ચ રેસિપી છે. સુફલે આમ તો ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ 'હવા થી ભરેલું'/ફુલેલું એવો થાઈ છે. સુફલે સ્વીટ અને sour બંને પ્રકાર ના બને છે. મે આજે સ્વીટ તથા એગલેસ version બનાવ્યું છે.#ATW2#TheChefStory Ishita Rindani Mankad -
-
-
ચોકલેટ ક્રોંસોંટ (Chocolate Croissant Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking*ચોકલેટ ક્રોસોંટ બહુજ સરસ યુરોપિયન નાસ્તો છે. Mrs Viraj Prashant Vasavada -
ચીઝ ચોકલેટ મસ્કા બન(Cheese Chocolate Maska Bun Recipe In Gujarati)
ચીઝ ચોકલેટ મસ્કા બન #CT Jigisha Modi -
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22# એગ્લેસ કેક# ચોકલેટ કેક Shah Leela -
-
-
-
-
પ્લમ કેક (Plum Cake Recipe in Gujarati)
#merrychristmas#CCC#ક્રિસમસ_પ્લમ_કેક ( Christmas Plum Cake Recipe in Gujarati )#Special_Fruits_and_Nuts_Plum_Cake આ આખું વિક ક્રિસમસ વિક ચાલી રહ્યું છે. આ ડિસેમ્બર ના છેલ્લા વિક માં ખ્રિસ્તી લોકો નો મોટો તહેવાર નાતાલ જે આખા વર્લ્ડ મા ધામધૂમ થી ઉજવવામાં આવે છે. આ ક્રિસમસ નો તહેવાર નાના બાળકો નો પ્રિય તહેવાર છે. કારણ કે બાળકો ના પ્રિય શાંતા એમની માટે ગીફ્ટ ને ચોકલેટ્સ લઈ ને આવે છે. આજે મે બાળકો ની પ્રિય એવી ક્રિસમસ પ્લમ કેક બનાવી છે. જે એકદમ સોફ્ટ ને યમ્મી બની હતી. અત્યારે શિયાળા ની સીઝન ચાલે છે તો આ કેક માં મે તજ નો પાઉડર, લવિંગ નો પાઉડર અને જાયફળ નો પાઉડર ઉમેરી કેક બનાવી છે. જે ટેસ્ટ માં એકદમ ટેસ્ટી લાગે છે. "MERRY CHRISTMAS" TO ALL OF U FRIENDS...👍👍🎅🎅⛄⛄🎄🎄🎊🎊 Daxa Parmar -
-
જમ્બો મસ્કા બન (Jumbo Maska Bun Recipe In Gujarati)
હોમ મેડ મસ્કા બન શુદ્ધ અને ટેસ્ટ માં પણ એટલુજ ટેસ્ટી હોય છે. Rekha Vora -
-
-
-
ચોકલેટ કપ (Chocolate કપ Recipe in Gujarati)
આજે વર્લ્ડ ચોકલેટ ડે છે તો એના માનમાં મેં આજે તમારા માટે ચોકલેટ કપ બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને બાળકોને તો સૌથી વધુ ભાવશે. 🧁🍫 Noopur Alok Vaishnav -
-
-
બનાના ચોકલેટ કેક(Banana Chocolate Cake Recipe in Gujarati)
#cookpadturns4#freshfruts Dharmista Anand -
-
-
સ્પાઈસ્ડ એપલ ડોનટ્સ (Spiced apple doughnuts recipe in Gujarati)
ડોનેટ ઘણા બધા દેશોમાં ખૂબ જ લોકપ્રિય છે. બાળકો તેમજ મોટા બધાને પ્રિય છે. મેંદાના લોટમાં યીસ્ટ થી આથો લાવીને ડોનટ બનાવવામાં આવે છે. રીંગ ડોનટ અને ફિલ્ડ ડોનટ એ ડોનટ ના સૌથી વધુ જાણીતા બે પ્રકાર છે. ફિલ્ડ ડોનટ ને ક્રીમ, કસ્ટર્ડ, જામ કે ફ્રૂટ પ્રિસર્વ વગેરેથી ભરવામાં આવે છે.સ્પાઈસ્ડ એપલ ડોનટ એક પ્રકારના ફિલ્ડ ડોનટ છે જેમાં તજના ફ્લેવર વાળો એપલ સૉસ ફીલ કરવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB1#cookpadindia#cookpad_gu spicequeen -
More Recipes
ટિપ્પણીઓ