કૂકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#JSR
#cookpadindia
#Cookpadgujarati
કૂકર ખાંડવી
આ ડીશ મેં હેમાક્ષીબેન ની રેસીપી ને ફોલો કરી બનાવી છે

કૂકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)

#JSR
#cookpadindia
#Cookpadgujarati
કૂકર ખાંડવી
આ ડીશ મેં હેમાક્ષીબેન ની રેસીપી ને ફોલો કરી બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીચણાનો લોટ
  2. ૩ વાટકીછાશ
  3. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  4. મીઠું સ્વાદમુજબ
  5. ૧/૪ ટીસ્પૂન હળદર
  6. ૧/૪ ટીસ્પૂન હીંગ
  7. વઘાર માટે : ૧ ટેબલ સ્પૂન તેલ
  8. ૧/૨ ટીસ્પૂન રાઇ
  9. ૧ ટેબલ સ્પૂનલીલા મરચાં ના ટૂકડા
  10. ૧ ટેબલ સ્પૂનતલ
  11. ૧/૪ ટીસ્પૂન હીંગ
  12. સળી લીમડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ૧ નાની તપેલી મા ચણાનો લોટ, છાશ, આદુ મરચાની પેસ્ટ, હળદર, હિંગ અને મીઠું ઉમેરી હેન્ડ બ્લેન્ડર ફેરવી દેવુ.... હવે કુકરમાં પાણી ઉમેરી પછી તેમાં કાંઠલો મૂકી તેના ઉપર તપેલી ઢાંકણ ઢાંકીને મૂકવી & પછી કૂકરનુ ઢાંકણ બંધ કરી ફાસ્ટ ગેસ પર 8 સીટી વગાડી ગેસ બંધ કરી દેવો

  2. 2

    કુકર ઠંડુ થયે... એમાંથી તપેલી કાઢી તેને બરોબર મિક્સ કરી ગ્રીસ કરેલા પ્લેટફોર્મ ઉપર બેટરને પાથરી લેવું. ઠરી જાય પછી ચપ્પુથી કાપા પાડી તેના રોલ બનાવી લેવા.

  3. 3

    વઘારિયા મા તેલ ગરમ થયે રાઈ, હિંગ, લીલા મરચા, લીમડો અને તલ ઉમેરી વઘારને ખાંડવી ઉપર રેડવો છેલ્લે તેના ઉપર કોથમીર છાંટવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (42)

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
વાહ સરળ ઉપાય બતાવ્યો હું ચોક્કસ ટ્રાય કરીશ 👌👌

Similar Recipes