દૂધીના મુથીયા(dudhi na muthiya in Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

દૂધીના મુથીયા(dudhi na muthiya in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 3 મોટા ચમચાકણકી કોરમા નો લોટ
  2. 1નાની સાઇઝ દૂધી
  3. 1 ચમચીહળદર
  4. 1 ચમચીધાણાજીરૂ
  5. 1 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  6. 1 ચમચીલસણની પેસ્ટ
  7. 1 ચમચીખાંડ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. 2 ચમચીમોણ માટે તેલ
  10. વઘાર માટે
  11. 2 ચમચીતેલ
  12. 4-5કડી લસણ
  13. 1મરચા ની કતરણ
  14. તલ, રાઈ, હિંગ
  15. મીઠા લીમડાના પાન
  16. 1 ચમચીઅથાણાં સંભાર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    પહેલા દુધી ને ધોઈને છીણી લો. તેમાં તેલ, મીઠું, હળદર, ધાણાજીરૂ, ખાંડ, મરચાં અને લસણ ની પેસ્ટ બધું નાખી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં કણકી કોરમા નો લોટ એડ કરતા જાવ..(આ લોટ માટે ચોખા, ચણા દાળ અને તુવેર દાળ ને કકરો દળી લેવો.) તમે હાડંવા નો લોટ પણ લઈ શકો છો.

  3. 3

    દૂધી મા જેટલો લોટ સમાય એટલો એડ કરવો. કારણ કે દૂધી પાણી કેટલુ છોડે તેના પર ડિપેન્ડન્સ છે.

  4. 4

    એક બાજુ સ્ટિમર મા પાણી ગરમ કરવા મુકી દેવુ. પાણી બરાબર ગરમ થાય પછી જ મુથીયા અંદર મુકવા.

  5. 5

    20 થી 25 મિનિટ મા દૂધીના મુથીયા રેડી થઈ જશે. તેને બહાર કાઢી લીધા પછી ઠંડા થવા દો. ત્યાર બાદ તેને તોડી લો.

  6. 6

    હવે તેને 2 મોટી ચમચી તેલ લઈ વઘાર ની દરેક વસ્તુ ઉમેરી ને વઘારી લો.

  7. 7

    તો રેડી છે આપણા દૂધી ના મુથીયા જેને તમે ચા કે પછી છાસ સાથે સર્વ કરો તો સરસ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes