હોમમેડ બ્રેડ(home made bread recipe in gujarati)

Kilu Dipen Ardeshna
Kilu Dipen Ardeshna @cook_22316803
junagadh

#સુપેરશેફ2 #માઇઇબુક #બ્રેડ #બેકિંગ
આ એક ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ રેસિપી છે. જો આ રેસિપી ને બરાબર અને પ્રોપર મેસરમેન્ટ સાથે ફોલ્લો કરવા માં આવે તો રિઝલ્ટ બેકરી ની બ્રેડ જેવું જ મળે છે. તમે મેંદા અથવા મેંદા અને ઘઉં એમ બંને લોટ માંથી બ્રેડ બનાવી શકો છો. આમાં આપેલી થોડી ટિપ્સ અને ટ્રીકસ ફોલ્લૉ કરશો તો તમારી બ્રેડ એકદમ પરફેક્ટ બનશે.

હોમમેડ બ્રેડ(home made bread recipe in gujarati)

#સુપેરશેફ2 #માઇઇબુક #બ્રેડ #બેકિંગ
આ એક ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ રેસિપી છે. જો આ રેસિપી ને બરાબર અને પ્રોપર મેસરમેન્ટ સાથે ફોલ્લો કરવા માં આવે તો રિઝલ્ટ બેકરી ની બ્રેડ જેવું જ મળે છે. તમે મેંદા અથવા મેંદા અને ઘઉં એમ બંને લોટ માંથી બ્રેડ બનાવી શકો છો. આમાં આપેલી થોડી ટિપ્સ અને ટ્રીકસ ફોલ્લૉ કરશો તો તમારી બ્રેડ એકદમ પરફેક્ટ બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫-૩૦ મિનિટ, પ્રિપરેશન ટાઈમ: ૨.૩૦-૩ કલાક
૩ -૪
  1. ૧ (૧/૨ કપ)હુંફાળું ગરમ પાણી
  2. ૧ (૧/૪ ટીસ્પૂન)ઇન્સ્ટન્ટ યીસ્ટ અથવા અકટીવ યીસ્ટ
  3. ૩ કપમેંદો અથવા ૧ ૧/૨ કપ મેંદો અને ૧ ૧/૨ કપ ઘઉં નો લોટ મિક્સ માં લઇ શકો
  4. ૧ (૧/૨ ટેબલસ્પૂન)ખાંડ
  5. ૧/૪ કપમિલ્કપાવડર
  6. ૧ ટીસ્પૂનમીઠું
  7. ૩ ટેબલસ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦ મિનિટ, પ્રિપરેશન ટાઈમ: ૨.૩૦-૩ કલાક
  1. 1

    પહેલા ૧/૨ કપ હુંફાળા પાણી માં ખાંડ અને યીસ્ટ નાખી ને બરાબર મિક્સ કરી ને ૧૦-૧૫ મિનિટ રેસ્ટ આપો. એટલે યીસ્ટ એકટીવે થાય જશે.પાણી હુંફાળું જ રાખવું. જો વધારે ગરમ હશે તો યીસ્ટ એકટીવેટ નહિ થાય. અને મીઠું પણ યીસ્ટ સાથે નાખવું નહિ. મીઠું યીસ્ટ ને ડેડ કરી નાખે છે.

  2. 2

    મેંદા ના લોટ માં મીઠું અને મિલ્ક પાઉડર નાખી બરાબર મિક્સ કરી દો. આ બધા ને એક વખત જીણી ચારણી થી ચાળી લેવો.અને હવે આ એકટીવેટેડ યીસ્ટ ના મિશ્રણ ને મેંદા ના લોટ માં નાખો. હવે બીજું પાણી ધીમે ધીમે નાખી ને એકદમ સોફ્ટ લોટ બાંધી લેવો. લોટ હાથ માં થોડો ચીપકે એવો રાખવો.

  3. 3

    આ રેસિપી માં ટોટલ ૩ ટેબલસ્પૂન તેલ નાખવાનું છે. તો આપડે અત્યારે ૨ ટેબલસ્પૂન તેલ નાખી દેશું. પછી જેમ મસળતા જાસુ એમ તેલ ની જરૂર પડે એ રીતે બાકી નું ૧ ટેબલસ્પૂન તેલ નાખતા જવઆ લોટ ને બરાબર રીતે મસળી લેવો. કોઈ એક ફ્લેટ સરફેસ પર અથવા કોઈ ત્રાંસ જેનું તળિયું સીધું હોઈ એવા કોઈ વાસણ માં ૧૦-૧૫ મિનિટ માટે મસળી લેવો. ઓછા માં ઓછો ૧૦ મિનિટ તો મસળવો જ. એવું લાગે તો ટાઈમર મૂકી દેવું એટલે મસળવા નો ટાઈમિંગ પ્રોપર રહે. પેહલા તમને હાથ માં લોટ હાથ માં ચોંટે એવો લાગશે પછી જેમ જેમ મસળતા જશો એમ લોટ બધો એકસાથે આવા લાગશે.

  4. 4

    હવે એક બાઉલ માં તેલ લગાવી ને લોટ ને એમાં મૂકી દેસુ. લોટ પાર પણ થોડું તેલ લગાવી દેવું જેથી એ સુકાય ના જાય. હવેતેના પર કલિંગ રેપ અથવા કોઈ ફિટ રે એવું ઢાંકણ ઢાંકી ને ગરમ જગ્યા જ્યાં હવા ની અવાર જવર ઓછી હોઈ એવી જગ્યા એ ૧-૧.૫ કલાક માટે ડબલ થાય ત્યાં સુધી રાખી દેવો.

  5. 5

    આ લોટ ડબલ થાય જાય પછી તેને થોડો પંચ કરી ને એકાદ મિનિટ માટે મસળી લેવો. જાજી વાર મસાડશો તો લોટ માં યીસ્ટ થી ભરેલી હવા નીકળી જશે. અને હવે બ્રેડ ના મોલ્ડ ના શેપ માં લોટ ને સ્મૂથ કરી ને રાખી દેવો. અને એ મોલ્ડ માં નાખ્યા પછી પણ આપડે તેને ૪૫ મિનિટ જેવો રેસ્ટ આપશું એટલે લોટ પાછો ફુલાય જશે.

  6. 6

    હવે તેને ૧૮૦ ડિગ્રી પ્રિહીટેડ ઓવન માં ૨૫-૩૦ મિન્ટ માટે રાખવું. ટાઈમિંગ તમારા ઓવન પર પણ ડિપેન્ડ કરે છે. બેક થાય જય ત્યારબાદ તેના પાર તરત બટર લગાવી તેને ચોખ્ખા કપડાં થી ઢાંકી ને અનમોલ્ડકાર્ય વગર ૧૦-૧૫ મિનિટ રાખવું. ૧૦-૧૫ મિનિટ પછી ચાકુ થી સાઈડ માંથી કાઢી અને અનમોલ્ડ કરવું. આ ટાઈમ પાર બ્રેડ એકદમ કડક હશે. તેને અનમોલ્ડ કર્યા પછી પણ ચોખ્ખા કપડાં થી આખી કવર થાય એમ ઢાંકી ને ૨-૩ કલાક માટે રાખવી. પછી કટ કરી ને સ્લાઈસ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kilu Dipen Ardeshna
Kilu Dipen Ardeshna @cook_22316803
પર
junagadh
A recipe has no soul. You as the cook must bring soul to the recipe.
વધુ વાંચો

Similar Recipes