બટાકા ની સુકી ભાજી(bataka ની સૂકી bhaji recipe in gujarati)

Nayana Pandya
Nayana Pandya @nayana_01

આજે આપણે બનાવીશું બટેકા ની સુકીભાજી આ ભાજી ખાવા માં રોટલી અને પૂરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે. વરસાદની સિઝનમાં દાળ ભાત અને પૂરી સાથે પણ આ શાકને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આપણે બટાકા ની સુકી ભાજી ની રેસીપી બનાવવાનું શરૂ કરીએ.

# માઇઇબુક
# સુપરસેફ3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦
  1. ૮ નંગબાફેલા બટાકા
  2. ૩ નંગઝીણા સમારેલા લીલા મરચા
  3. ૧૦-૧૨ કડી પત્તા
  4. ૧ ચમચીરાઈ
  5. ૧ ચમચીજીરૂ
  6. ૧/૨ ચમચીહળદર
  7. ગાર્નિશીંગ માટે ઝીણા સમારેલા લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૨૦
  1. 1

    સૌપ્રથમ આપણે બટાકાને સારી રીતે ધોઈ લઈશું.

  2. 2

    હવે કૂકરને ઢાંકીને ૫ સીટી વગાડી લઈશું. આ શાક મા આપણે બધા લીલા મસાલા કરવાના છે. હવે આપણે કુકર ને ઠંડુ થવા દઈશું. હવે આપણે બટાકાની છાલ કાઢીને બટાકાને સમારી લઈશું ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર ઉમેરી દઈશું.

  3. 3

    હવે આપણે ગેસ પર કડાઈ ગરમ કરવા મુકીશું. કડાઈમાં ૨ ચમચી તેલ ઉમેરીશું તેલ ગરમ થઇ જાય એટલે આમાં રાઈ અને જીરું ઉમેરીશું. જીરું શેકાઈ જાય એટલે લીલા મરચાં અને કડી પત્તા ઉમેરીશું ત્યારબાદ બટાકા ઉમેરીશું.બટાકાને સારી રીતે મસાલામાં મિક્સ કરી લઈશું. આ શાકમાં આપણે લીલો જ મસાલો કરવાનો છે.

  4. 4

    આપણી ગરમાગરમ બટાકા ની સુકી ભાજી બનીને તૈયાર છે. તમે દાળ ભાત,રોટલી અને પૂરી સાથે પણ ખાઈ શકો છો. આ ભાજી વરસાદની સિઝનમાં પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે મારી આ સ્વાદિષ્ટ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayana Pandya
Nayana Pandya @nayana_01
પર

ટિપ્પણીઓ

Similar Recipes