શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
Surat, Gujarat, India

#GA4
#Week11
#SweetPotato

હેલો ફ્રેન્ડ્સ,

કેમ છો તમે બધા!!! આશા છે મજામાં હશો....

આજે અહીંયા Week 11 માટે શકરીયા નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે.....જેમ આપણે બટાકા ની સુકી ભાજી બનાવી છે એ જ રીતે અને બટાકાનો ઉપયોગ કરીને શક્કરિયા બટાકા ની સુકી ભાજી બનાવી છે. ઉપવાસમાં પણ આ ખુબ જ સરસ ઓપ્શન છે. જેમાં મીઠું ની જગ્યાએ સિંધવ મીઠું વપરાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3-4 વ્યક્તિઓ માટે
  1. 2 નંગબાફીને સમારેલા શક્કરિયા
  2. 2-નંગ મોટા બાફીને સમારેલા બટાકા
  3. 3-4 ટેબલસ્પૂનતેલ
  4. 1/2 ચમચીઆખું જીરૂ
  5. 2-ટેબલસ્પૂન સીંગદાણાનો ભૂકો
  6. 1-ટેબલસ્પૂન તલ
  7. 10-12મીઠા લીમડાના પાન
  8. 1- ટેબલસ્પૂન લીલા મરચાની પેસ્ટ
  9. 1/2 લીંબુનો રસ
  10. 1/2- ચમચી ખાંડ
  11. 1-ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા ધાણા
  12. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ફોટા માં બતાવ્યાં મુજબ બધી સામગ્રીઓને તૈયાર કરી લો.

  2. 2

    સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તે ગરમ થઇ જાય એટલે એમાં જીરુ અને મીઠો લીમડો ઉમેરો.

  3. 3

    ત્યારબાદ તેમાં સીંગદાણા અને તલ ઉમેરીને સાંતળી લો.

  4. 4

    હવે શક્કરિયા અને બટાકા ઉમેરી દો. ત્યારબાદ તેમાં અડધા લીંબુનો રસ અને ખાંડ ઉમેરો.

  5. 5

    હવે લાસ્ટ માં લીલા મરચાની પેસ્ટ અને મીઠું ઉમેરી દો. હવે બરાબર બધી સામગ્રી મિક્સ કરીને લીલા ધાણા ઉમેરી દો. તો હવે તૈયાર છે શક્કરિયા અને બટાકા ની સુકી ભાજી......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
પર
Surat, Gujarat, India

Similar Recipes